Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર, કયા બિલ રજૂ કરાશે

Updated: બુધવાર, 21 ઑગસ્ટ 2024 (11:11 IST)
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુંસત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર ઓછાંમાં ઓછાં પાંચ બિલ લાવવા જઈ રહી છે.
 
તેમાં માનવબલિ, કાળાજાદુ અને અઘોરી પર લગામ લાવવા માટેનું બિલ મુખ્ય મનાય છે.
 
વિધાનસભાના આ ટૂંકા સત્રમાં કેટલાક સુધારા વિધેયક જેવાં કે ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.
 
ચોમાસું સત્રમાં સરકાર ગુજરાત નશાબંધી બિલ (સુધારો), 2024 પણ રજૂ કરશે.
 
ગુજરાતમાં કોઈ વ્યક્તિ કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજા, મહુડાનાં ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડાં અથવા વાહનમાં પકડાય તો કોર્ટના આખરી ચુકાદા સુધી સરકારે જપ્ત કરેલાં વાહનો માલિકોને પરત કરી શકાતાં નથી અને કેસના છેલ્લા ચુકાદા સુધી પોલીસ સ્ટેશન અથવા કોર્ટના ફળિયામાં વણવપરાયેલાં પડી રહે છે.
 
જોકે, આ સમસ્યાનો ઉકેલ લાવવાં માટે સરકારે હરાજી મારફતે આવાં વાહનોનો નિકાલ કરવા માટે એક વટહુકમ જાહેર કર્યો હતો.
 
રાજ્ય સરકાર હવે આ બાબતે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, 2024 વિધાનસભામાં રજુ કરશે જેથી કરીને નશાબંધી ભંગ કરવા બદલ પકડાતાં વાહનોની હરાજી કરી શકાય.
 
કૉંગ્રેસે કહ્યું હતું કે સરકારે ખૂબ શૉર્ટ નોટિસ પર વિધાનસભાનું આ સત્ર બોલાવ્યું છે. તેનું કહેવું છે કે સરકારે 21 ઑગસ્ટના સત્રની જાણ 6 ઑગસ્ટે જ કરી હતી.
 
કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, “તેના કારણે તારાંકિત પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં આવશે નહીં. અમે પ્રશ્નો મોકલી રહ્યા છીએ પરંતુ ટૂંકાગાળાની નોટિસને કારણે નિયમ હેઠળ અમારા પ્રશ્નોને રદ કરી દેવામાં આવશે. આ બાબતથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર એકપણ બાબતે કોઈ ચર્ચા ઇચ્છતી જ નથી.”

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આકાંક્ષા ચમોલાએ લૉક અપ 2 માં બધી હદ કરી પાર, બોલી - ગૌરવ કરતા સારુ થાત કે મારો ડોગી આવી જતો

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

આગળનો લેખ
Show comments