બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 21 ઑગસ્ટ 2024 (09:08 IST)

જાણો ક્યા રાજ્યોમાં જોવા મળી શકે છે Bharat Bandh ની અસર

ભારત બંધની અસર ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વધુ જોવા મળી શકે છે. ભારત બંધની સૌથી વધુ અસર રાજસ્થાનમાં જોવા મળી શકે છે.

એડવાઈઝરી જારીઃ ભારત બંધની અસર શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
 
જાણો ભારત બંધ દરમિયાન શું બંધ અને ખુલ્લું રહેશે?
 
ભારત બંધ દરમિયાન દેશમાં શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ ભારત બંધ દરમિયાન ઘણી જગ્યાએ જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જો કે એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ સહિતની ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ સાથે સરકારી કચેરીઓ, બેંકો, પેટ્રોલ પંપ, શાળા-કોલેજોમાં કામકાજ સામાન્ય રહેશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ભારત બંધના એલાન છતાં, જાહેર પરિવહનની સાથે રેલ સેવાઓ પણ ચાલુ રહેશે.