ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (14:39 IST)

કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

kolkata doctors protest
કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં ટ્રેની ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાના મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
 
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા લિસ્ટ અનુસાર, આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બૅન્ચ કરશે. કોર્ટે આ મામલાનું જાતે જ સંજ્ઞાન લીધું છે.
 
કોલકતા હાઇકોર્ટે આ જ મામલાની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપી દીધી હતી.
 
કોલકતાની ઘટનાને લઈને દેશના અનેક ભાગોમાં પ્રદર્શન શરૂ છે.
 
જ્યારે આ સમગ્ર મામલે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરતાં સોમવારે કહ્યું હતું કે મમતા બેનરજી અરાજકતાવાદી છે.
 
તેના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે "ગૌરવ ભાટિયા કોણ છે? પહેલાં તેમણે (ભાજપે) ઉન્નાવ, હાથરસ અને મણિપુરને લઇને માફી માગવી જોઈએ."