Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ગુજરાતનું બજેટઃ નીતિનભાઈ પટેલ રજુ કરશે રાજ્યનું અંદાજપત્ર

Updated: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (14:55 IST)
આવતીકાલથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કરશે. જે ગત વર્ષની સરખામણીમાં 18 હજાર કરોડના વધારા સાથે 2 લાખ 22 હજાર કરોડનું હોય શકે છે. આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. આ બજેટમાં રોજગારીની સાથે કૃષિ અને નાના ઉદ્યોગો માટેની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. ગત વર્ષે લોકસભા ચૂંટણી હોવાથી ફેબ્રુઆરીમાં 4 મહિના માટે 64 હજાર કરોડનું લેખાનુદાન લીધુ હતું અને જુલાઈમાં વર્ષ 2019-2020નું પૂર્ણ બજેટ રજૂ થયું હતું. આ બજેટનું કદ 2 લાખ 4 હજાર કરોડ રૂપિયા હતું. આ બજેટ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર 2 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જો કે આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાનમાં રાખીને 18 હજાર કરોડનો વધારો થવાની શક્યતા છે. જેને કારણે 2020-21નું અંદાજપત્ર 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચે એવી સંભાવના છે. ગુજરાત સરકારની મુખ્ય આવક GSTની છે, જેમાં ઉત્તરોતર વધારો થતો જાય છે. પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને રૂ. 5 થી 6 કરોડ ઓછા મળતા હોવાથી નાણાંકીય સંતુલન જાળવવા પર ભાર મુકવો પડશે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

પ્રીતિ ઝિંટાએ અમિતાભ બચ્ચનના બર્થડે વિશનો ન આપ્યો જવાબ, KBC ના સેટ પર બિગ બી એ કરી ફરિયાદ, બતાવ્યા પુરાવા

રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે કર્યા લગ્ન, જશ્નમાં ક્રિકેટ જગતના કલાકારોની હાજરી

આગળનો લેખ
Show comments