Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલી, નિર્લિપ્ત રાય અને શમશેર સિંહને મળી નવી જવાબદારી

Updated: શુક્રવાર, 6 માર્ચ 2026 (13:11 IST)
Gujarat IAS Transfer
રાજ્યમાં આગામી મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં વ્યાપક ફેરબદલ કર્યો છે. એક મહત્વપૂર્ણ આદેશ દ્વારા કુલ 37  IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ફેરફારમાં રાજ્યના સૌથી સિનિયર IPS અધિકારી ડૉ. શમશેર સિંહને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. સિંહ તાજેતરમાં જ BSFમાં ડેપ્યુટેશન પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફર્યા હતા.
 
આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ પોસ્ટિંગ નિર્લિપ્ત રાયનું રહ્યું છે. 2010  બેચના કડક અધિકારી તરીકે જાણીતા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી હટાવીને રાજકોટ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ચાલતી રાજકીય હિલચાલ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું આ પોસ્ટિંગ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
 
મહિલા અધિકારીઓમાં પરિક્ષિતા રાઠોડને સરકારે મોટી જવાબદારી સોંપી છે. 2007 બેચના આ અધિકારીને હવે નવી રચાયેલી બનાસકાંઠા રેન્જના IG બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે રાજ્યમાં આ એક નવી રેન્જ ઉમેરી છે, જેથી હવે ગુજરાતમાં કુલ 10  પોલીસ રેન્જ કાર્યરત થશે. આ ઉપરાંત, વિધિ ચૌધરીને પંચમહાલ-ગોધરા રેન્જના DIG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ડૉ. લીના પાટિલને પોલીસ એકેડેમીમાં મોકલવામાં આવ્યા છે.
 
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા તરીકે નિર્લિપ્ત રાયના સ્થાને ગગનદીપ ગંભીરની નિમણૂક કરવામાં આવી છે. ગગનદીપ ગંભીર 2004  બેચના ગતિશીલ અધિકારી છે અને અગાઉ IG (એડમિનિસ્ટ્રેશન) તરીકે ફરજ બજાવતા હતા. બીજી તરફ, 2010 બેચના દીપક મેઘાણીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં જોઈન્ટ ડિરેક્ટર જેવી મહત્વની પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે, જેઓ અગાઉ DIG (લો એન્ડ ઓર્ડર) હતા.
 
અન્ય મહત્વના ફેરફારોમાં રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ અને આર.વી. અંસારીને ભાવનગર રેન્જના IG બનાવવામાં આવ્યા છે. અશોક કુમારને રાજકોટ રેન્જથી બદલીને CID ઇન્ટેલિજન્સમાં મોકલાયા છે, જ્યારે નિલેશ જાજડિયાને વડોદરાના જોઈન્ટ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે. ચૂંટણીલક્ષી ગણતરીઓ અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ બદલીઓથી પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments