Daily Horoscope
✕

ગુજરાતમાં ચોમાસું વિધિવત સક્રિય: 24 કલાકમાં 259 તાલુકામાં મેઘમહેર, અંજારમાં સૌથી વધુ 7.24 ઈંચ વરસાદ

Updated: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2026 (08:31 IST)
rain in gujarat
ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 259 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. આ વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ ભારે આનંદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ કાર્યરત રહેશે.
ALSO READ: રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

 
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલ્લભીપુરમાં 6.10 ઈંચ, જામનગરમાં 5.59 ઈંચ, બોરસદમાં 5.51 ઈંચ અને ઉનામાં 5.43 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
 

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ધમાકો

 
સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં કોટડાસાંગાણીમાં 5.20 ઈંચ, ગાંધીધામમાં 4.61 ઈંચ, ભચાઉમાં 4.41 ઈંચ તેમજ કડી અને કરજણમાં 4.29-4.29 ઈંચ વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે વરસાદી સિસ્ટમ સમગ્ર રાજ્યમાં એકસમાન રીતે સક્રિય થઈ છે.
 

સુરત, બોટાદ અને અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ 

રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સુરત, બોટાદ અને ધોળકામાં 4.13 થી 4.17 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે નડિયાદ, જામકંડોરણા, ભરૂચ અને તાલાલામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

ALSO READ: જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી
 

વધુ જુઓ..

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments