Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, ગુજરાતમાં આજે ક્યાં પડી શકે વરસાદ?

Updated: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026 (09:57 IST)
રાજ્યમાં છેલ્લા લગભગ એક મહિનાથી વરસાદ ગાયબ છે અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં ધીમેધીમે પાણીની પણ અછત શરૂ થઈ ગઈ છે. એવામાં સૌની નજર એ તરફ છે કે શું ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદ આવશે કે નહીં?જોકે, હવામાન વિભાગના વિવિધ મૉડલો અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેશે અને વાદળો પણ જળવાઈ રહેશે, પરંતુ વધુ વરસાદ પડે તેવી શક્યતા નથી. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવશે?

ALSO READ: GIDC પ્લોટ ધારકો માટે રાહત: રાજ્ય સરકારે જાહેર કરી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ'
 
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને એ લો-પ્રેશર એરિયા બનીને આગળ વધી રહી છે. આ સિસ્ટમ ઝારખંડ, ઓડિશા થઈને મધ્ય ભારત તરફ આગળ વધશે અને શનિવાર સુધીમાં ગુજરાતની નજીક તેની અસર થશે. પરંતુ આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત તરફ નહીં આવે અને એ પછી ઉત્તર દિશામાં જશે અને નબળી પડી જાય તેવી શક્યતા છે. તેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વરસાદ પડી શકે છે
 
હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલોની તાજી આગાહી મુજબ, આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ સિવાય 11 સપ્ટેમ્બર સુધી પણ કેટલીક જગ્યાઓએ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, આ દિવસો દરમિયાન વરસાદની સાથે સાથે ગરમી અને બફારાનો અનુભવ પણ થઈ શકે છે.
 
 

ગુજરાતમાં આજે ક્યાં પડી શકે વરસાદ?

 
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસ્યાં છે. પરંતુ વધુ વરસાદ વરસ્યો નથી.  2 સપ્ટેમ્બર 2026ના રોજ વલસાડ, ડાંગ, નવસારી, તાપી અને સુરત ઉપરાંત છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ALSO READ: IND vs AFG T20 શ્રેણી માટે ટીમ ઈન્ડીયાનું એલાન, વૈભવ સૂર્યવંશી અને સંજૂ સેમસનને પણ મળ્યું સ્થાન
 

ગુજરાતમાં કુલ 12 જિલ્લામાં વરસાદની ઘટ

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં કુલ 12 જિલ્લામાં વરસાદની અતિશય ધટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સૌથી વધુ પ્રભાવિત જિલ્લા છે જ્યાં વરસાદની ઘટ 80 ટકા કે તેનાથી પણ વધુ છે.આ સિવાય જામનગર અને કચ્છમાં પણ નિર્ધારિત સરેરાશ વરસાદ કરતાં 70 ટકા ઓછો વરસાદ પડ્યો છે.ગુજરાતના અરવલ્લી, ગીર-સોમનાથ, સાબરકાંઠા, રાજકોટ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, દાહોદ, જૂનાગઢ જેવા જિલ્લામાં પણ સરેરાશ 50 ટકાની આસપાસ ઓછો વરસાદ પડ્યો છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments