Gujarat Rain Alert - આગામી 4થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
gujarat rain alert
સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આજના દિવસ માટે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
સંઘપ્રદેશ માટે ભારે વરસાદનું યલો એલર્ટ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બદલાતા હવામાન પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ મુજબ જરૂરી પગલાં લેવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પવનના ઝાપટાં સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પવન અને વરસાદની આ સ્થિતિને કારણે દૈનિક જનજીવન પર અસર પડી શકે છે, તેથી ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને સાવધ રહેવાની સલાહ અપાઈ છે.
દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સૂચના ભારે પવન અને વરસાદી સિસ્ટમને લીધે આજે અને આવતીકાલે દરિયો તોફાની રહેવાનું અનુમાન છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા અને સૂરક્ષિત સ્થળે રહેવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની અપડેટ્સ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
