Biodata Maker
✕

કચ્છ કડવા પાટીદાર સમાજનો પ્રેરણાદાયી નિર્ણય: ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો રૂ. 51,000નું ઇનામ

Updated: બુધવાર, 25 નવેમ્બર 2026 (11:08 IST)
Patidar Community
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને પરિવારજનોની એક વિશેષ ચિંતન સભા યોજાઈ હતી. આ બેઠકમાં આજની પેઢીમાં વધી રહેલા નાના પરિવારોના ચલણ અને ઝડપથી ઘટી રહેલા જન્મદર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભવિષ્યમાં વસ્તી ઘટાડાને કારણે સમાજમાં ઊભી થનારી સંભવિત સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓના નિવારણ માટે અગ્રણીઓ દ્વારા ગહન મંથન કરવામાં આવ્યું હતું.

ALSO READ: શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી, સેન્સેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 308 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો; આ શેરોએ મજબૂત શરૂઆત કરી.
 
આ ચિંતન સભાના અંતે સમાજના હિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, સમાજના કોઈ પણ પરિવારમાં ત્રીજા કે તેથી વધુ સંતાનનો જન્મ થશે, તો તે નવજાત બાળકના નામે સમાજ તરફથી 10 વર્ષની મુદત માટે રૂપિયા 50,000ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરી આપવામાં આવશે.

ALSO READ: 'વાત સીટની નહી, જીતની છે', અખિલેશ યાદવે 26 સીટોની ઓફર આપીને કોંગ્રેસને શુ-શુ સમજાવી દીધુ
 
સમાજની આ નવતર પહેલની સૌથી ખાસ બાબત એ છે કે આ આર્થિક સહાય દીકરા અને દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાન રીતે આપવામાં આવશે. આ નિર્ણય દ્વારા સમાજમાં 'એકલ સંતાન'ની માનસિકતા બદલવા, પરિવારોને મોટા કરવા પ્રોત્સાહિત કરવા તેમજ સમાજમાં લિંગ સંતુલન જાળવી રાખવાનો એક સકારાત્મક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

વધુ જુઓ..

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ