Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પાટીદારોને બંધારણીય અનામત મળે તો બધા કોંગ્રેસી પાટીદાર ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર - લલિત વસોયા

Updated: સોમવાર, 9 એપ્રિલ 2018 (12:45 IST)
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે રવિવારે સુરતના પ્રવાસે હતા ત્યારે તેમણે પાટીદાર સમાજની બંધારણીય અનામતની માગણીને અંગે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને પાટીદારો માટે અનામત જોઈતી હોય તો તેણે કેન્દ્રની એનડીએ સરકારને ટેકો આપવો જોઈએ. આઠવલેએ જણાવ્યું કે, હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપીને ભૂલ કરી છે. પાટીદારોને અનામત મામલે તેણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે વાત કરવી જોઈએ. આઠવલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, ‘પાસ’ તેમજ પાટીદાર સમાજ જો એનડીએને સમર્થન કરે તો અનામત મળી શકે.

આઠવલેના આ નિવેદનના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યાં પાટીદાર સમાજના કોંગ્રેસી ધારાસભ્ય અને ‘પાસ’ના પૂર્વ સંયોજક લલિત વસોયાએ એલાન કર્યું છે કે, પાટીદાર સમાજને ભાજપ બંધારણીય અનામત આપવા તૈયાર હોય તો પોતે કોંગ્રેસ છોડીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, જો ભાજપની સરકાર પાટીદારોને બંધારણીય અનામત આપવા તૈયાર થતી હોય તો, સમગ્ર પાટીદાર સમાજ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, પોતે સમગ્ર પાટીદાર સમાજ વતી બાહેંધરી આપવા તૈયાર છે કે બંધારણીય અનામત મળતી હોય તો આખો પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં રહેશે. જો કે વસોયાએ એમ પણ ઉમેર્યું કે ભાજપને પાટીદારોને અનામત આપવામાં રસ જ નથી. વસોયાના આ નિવેદનથી વિવાદ ઉભો થાય તેવી સંભાવના છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

દ્રશ્યમ 3 ની એડવાંસ બુકિંગએ મચાવી ધૂમ, રીલિઝ પહેલા જ વેચાય ગયા 4 લાખ ટિકિટ, થશે રેકોર્ડતોડ ઓપનિંગ

આગળનો લેખ
Show comments