શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (10:12 IST)

બહેનના લગ્નમાં વટથી ખર્ચ કર્યો છે જેનાથી જે થાય તે કરી લે - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીર હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં કરેલા   ખર્ચની સોશયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો હાર્દિકને પૂછી રહ્યા છે કે બે-એક વર્ષ પહેલા તો ખાવાનાં ફાંફા હતા અને અત્યારે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? શુક્રવારે સુરત કોર્ટમાં મુદ્દતે આવેલા હાર્દિક પટેલે આ સવાલનો જવાબ આપ્યો હતો. હાર્દિકે કહ્યું કે, ‘બહેનના લગ્ન વટથી કર્યા છે, ખર્ચ પણ કર્યો છે. દરેક બાપની ઈચ્છા એની દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની હોય છે, ત્યારે આ લોકો જે મેસેજ વહેતા કર્યા છે, તેને જે કરવું હોય તે કરી લે.

હાર્દિકે તેની બહેનના લગ્ન પર થયેલા ખર્ચ પર વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં જેટલા ભાઈઓ છે, શું તે તેમના બહેનના લગ્ન ધામધૂમથી નથી કરતા.શું અમે એટલા ગરીબ છીએ પોતાની બહેનને શાંતિથી અને ઈજ્જતથી વિદાય ન કરી શકીએ. બહેનનું લગ્ન દરેક ભાઈનું એક સપનું હોય છે, પિતા માટે આ ખુશીનો પ્રસંગ હોય છે. દરેકની ઈચ્છા એ જ હોય છે અને એ પ્રમાણે બહેનના લગ્ન પણ ધામધૂમથી કર્યા છે. અમુલ લોકો આ લગ્નના ખર્ચને લઈને સોશયલ મીડિયામાં જે સવાલો ઉઠાવી રહ્યા છે, તેને મારે કહેવું છે કે જે કરવું હોય તે કરી લેજો. જે કંઈ પણ બોલું છું ઈમાનદારી અને પોતાની તાકાતથી બોલું છું. જેનાથી જે થાય એ કરી લેવાની છૂટ છે.