મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (14:27 IST)

હાર્દિક પટેલ સામે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવી: હાઇકોર્ટ

રાજદ્રોહ સહિતના કેસોમાં ફસાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત થઇ છે. આ વખતે બ્રહ્મસમાજના દીકરાઓ વિરુદ્ધ વિવાદીત ટીપ્પણી કરવા મામલે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. ઉપરાંત જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ચાંદખેડા પોલીસને એવો પણ આદેશ કર્યો છે કે જો ફરિયાદ ન નોંધવા લાયક હોય અને ગુનો ન બનતો હોય તો 15 દિવસમાં તેના કારણો આપવા. થોડા સમય પહેલાં પાસના નેતા હાર્દિક પટેલે બ્રહ્મસમાજ વિરુદ્ધ વિવાદીત અને વાંધાજનક ટિપ્પણી કરી હતી.

તેમાય ખાસ કરી બ્રહ્મ સમાજના બે દીકરાઓ વિશે વિવાદીત નિવેદન કર્યા હતા.જેથી બ્રહ્મ સમાજમાં હાર્દિકના નિવેદનથી નારાજગી અને રોષ વ્યાપી ગયો હતો.જેથી આ મામલે બ્રહ્મસમાજના અભિષેક શુક્લાએ ચાંદખેડા પોલીસ મથકમા ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે તેમની અરજી સ્વીકારી કોઇ કાર્યવાહી કરી ન હતી. આ મુદ્દાને 45 દિવસનો સમય થઇ જતા હાઇકોર્ટમાં હાર્દિક સહિત જે કસૂરવાર હોય તેમની સામે ફરિયાદ નોંધવા બ્રહ્મસમાજે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાસના નેતા હાર્દિક પટેલના કથિત વીડિયો ફરતા થયા હતા.તેના વિવાદમાં હાર્દિક પટેલે બ્રહ્મસમાજ અને ખાસ કરી બે દીકરાઓ સામે વિવાદીત ટીપ્પણી કરી હતી.જેથી સમાજની લાગણી દુભાઇ છે. જેથી આ મામલે હાર્દિક સામે ગુનો નોંધવો જોઇએ. આવી રજૂઆત બાદ હાઇકોર્ટે ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.