સંબંધિત સમાચાર
- હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યાં, સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?
- જાણો હાર્દિક પટેલે રાજ્યપાલ કોહલીની મુલાકાતમાં શું કહ્યું?
- ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?
- દેશમાં તમામ ઉચ્ચ નેતાઓ હિંદુ છે તો હિન્દુસ્તાનમાં સલામતીનું જોખમ કેમ? : હાર્દિક પટેલ
- CA ફાઇનલનુ પરિણામ જાહેર ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ
હાર્દિક પટેલે ટ્વિટર પર અમિત શાહનો કયો સરવે મૂક્યો, તેનું શું આવ્યું પરિણામ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે હવે ટ્વિટર દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભામાં સંસદસભ્ય એવા અમિત શાહ પર જસ્ટિસ લોયાના મોત મામલે નિશાન તાક્યુ છે. હાદિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ગઇકાલે એક સર્વે મુક્યો હતો. જેનો સવાલ હતો કે જસ્ટિસ લોયાના મોત માટે જવાબદાર કોણ? આ પ્રશ્નના જવાબમાં બે ઓપ્શન હતા.
ઓપ્શન એક અમિત શાહ અને ઓપ્શન બે સરકારની ખોટી નીતિ. આ સર્વે આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂર્ણ થયો છે અને તેનું પરિણામ આવ્યું છે. જેમાં આ સર્વેમાં ભાગ લેનારા 83 ટકા લોકોએ અમિત શાહને જસ્ટિસ લોયાના મોત માટે જવાબદાર ગણાવ્યા છે તો 17 ટકા લોકોએ સરકારની ખોટી નીતિને જવાબદાર માની છે. 24 કલાક ચાલેલા આ સર્વેમાં 8556 ટ્વિટર એકાઉન્ટ ધારકોએ પોતાનો મત આપ્યો હતો. આમ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ અને ત્યારબાદ થયેલ દમન મામલે અમિત શાહ પર નિશાન તાકતા રહેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એક વખત અમિત શાહ પર નિશાન તાક્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એકાઉન્ટર મામલે કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ લોયાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયા બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાની શંકાઓ જોર પકડ્યુ છે અને આ મામલે સુપ્રિમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે
जस्टिस लोया की मौत का ज़िम्मेदार कौन हैं ??
— Hardik Patel (@HardikPatel_) February 7, 2018