શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (17:05 IST)

હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યાં, સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું છે કે શું આપણે ભાજપની સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોઈ કૌભાંડી જેલ ગયો નથી! કોઈની પાસેથી કાળુ નાણું ન મળ્યું! ગંગાની સફાઇ ન થઇ! રામ મંદિર ન બન્યુ! કલમ 370 હટી નહીં! તો શું આપણે લોકોએ આ સરકાર માત્ર મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે બનાવી? દેશના જવાન શહીદ થઇ રહ્યાં છે અને દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઘણી બધી ફરિયાદ છે પરંતુ દરેક ફરિયાદનો ગુનેગાર સાહેબનો ભક્ત છે.હાર્દિક પટેલે રમતગમત ક્ષેત્રમાં ભેદભાવ થઇ રહ્યો છે તેવો આક્ષેપ કરતા કહ્યું કે આંખે જોયા વિના ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કંઇ ન મળ્યુ અને આંખેવાળી (અંડર 19 ક્રિકેટ) ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કરોડો કમાયા. હાર્દિક પટેલે ગઇકાલે પણ સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું હતુ કે બજેટમાં જે યોજના છે તેનો લાભ 2022 સુધી અમલી થઇ જશે પરંતુ નેતાઓના પગાર હાલથી વધી ગયા.