સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (16:23 IST)

અમેરિકામાં ફરી છવાયુ સંકટ, બે અઠવાડિયામાં ત્રીજીવાર શટડાઉન

અમેરિકી સંઘીય સરકારમાં ત્રણ અઠવાડિયામાં શુક્રવારે બીજીવાર કામકાજ ઠપ્પ રહ્યુ. કેંટકીથી સીનેટર રૈંડ પૉલ દ્વારા બજેટ કરાર પર પોતાનો વોટ રોકી રાખવાને કારણે શુક્રવારે બજેટ પાસ ન થઈ શક્યુ. જેનાથી સરકારી કામકાજ ફરી ઠપ્પ થઈ ગયુ. સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ સીનેટર્સને હજુ પણ બજેટ કરારના પક્ષમાં વોટ નાખવાની આશા છે. જે મોડી રાત્રે લગભગ એક વાગ્યે શરૂ થઈ શકે છે. 
 
જો સદનમાં સમજૂતીને મંજૂરી આપવામાં આવી તો સરકારી કામકાજ સોમવાર પહેલા શરૂ થઈ જશે. બજેટ કરારમાં ભારે ખર્ચ સીમાથી નારાજ રિપબ્લિક પાર્ટીના પૉલ સંશોધનની માંગ કરતા કલાકોનુ મોડુ કરવામાં આવ્યુ. પૉલે કહ્યુ આજે રાત્રે મારા અહી હોવાને કારણે લોકોને જવાબદારી માટે મજબૂર કરવાના છે. 
 
તેમણે કહ્યુ હુ ઈચ્છુ છુ કે લોકો અસહજ અનુભવે. હુ ઈચ્છુ છુ કે તેઓ ઘરે બેસેલા લોકોને જવાબ આપે.  જેમણે કહ્યુ હતુ તમે રાષ્ટ્રપતિ ઓબામાના સમયમાં રાજકોષીય ખોટ વિરુદ્ધ હતા પણ રિપબ્લિકનની ખોટ પર તમારુ શુ વિચારવુ છે ?