રવિવાર, 5 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (15:07 IST)

Karwa Chauth 2025 Date: 9 કે 10 ઓક્ટોબર ક્યારે છે કરવા ચોથ ? જાણો શુભ મુહુર્ત, કરવા ચોથની વિધિ

Karwa Chauth 2025 Date
Karwa Chauth 2025 Kyare Che : કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથ નો તહેવાર ઉજવાય છે. આ દિવસે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખમય જીવન માટે વ્રત કરે છે અને વિધિપૂર્વક પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત નારીના અખંડ સૌભાગ્યનુ પ્રતિક છે અને વૈવાહિક જીવનમાં પ્રેમ, સામંજસ્ય અને શાંતિ કાયમ રાખવામાં સહાયક હોય છે.  
 
જો પતિ-પત્નીના સંબંધોમાં કોઈ પ્રકારનો અવરોધ કે તનાવ હોય તો કરવા ચોથનુ વ્રત કરવાથી સકારાત્મક ફળ મળે છે. આવામાં આ વર્ષે કરવા ચોથ ક્યારે છે. વ્રત અને પૂજાનુ શુભ મુહુર્ત શુ છે ? આવો જાણીએ આ વખતે વ્રતની સાચી તારીખ અને ચંદ્રોદયનો સમય 
 
કરવા ચોથ 2025 ની સાચી તિથિ  (Karwa Chauth 2025 date)
હિન્દુ પંચાગ મુજબ કરવા ચોથનુ વ્રત કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવામા આવે છે. વર્ષ 2025 માં આ તિથિ 9 ઓક્ટોબરની રાત્રે  10:54 વાગે શરૂ થઈને 10 ઓક્ટોબર સાંજે 7:38 વાગ્યા સુધી રહેશે. 
 
ચંદ્રોદય નો સમય - રાત્રે 08.13 વાગે 
ગુજરાતમાં ચંદ્રોદયનો ટાઈમ 08.53 મિનિટનો રહેશે. 
 
પૂજાનુ શુભ મુહૂર્ત  
સાંજે 05:57 થી 07:11 સુધી (સમય  – 1 કલાક 14 મિનિટ)
 
સરગીની પરંપરા
 
કરવા ચોથના વ્રતની શરૂઆત સૂર્યોદય પહેલાં સરગી ખાવાથી થાય છે. તે સાસુ દ્વારા તેની પુત્રવધૂ માટે તૈયાર કરવામાં આવે છે. તેમાં ફળો, બદામ, મીઠાઈઓ અને પરાઠાનો સમાવેશ થાય છે, જે દિવસભર પાણી વગરનો ઉપવાસ રાખવાની શક્તિ આપે છે. સરગી પછી, દિવસભર પાણી વગરનો ઉપવાસ રાખવામાં આવે છે, અને રાત્રે, ચંદ્રોદય પછી, સ્ત્રીઓ કરવા (માટીના વાસણ) દ્વારા ચંદ્રને અર્ધ્ય આપીને પતિના હાથથી ઉપવાસ તોડે છે.

કરવા ચોથનુ મહત્વ 
 
કરવા ચોથ એ ફક્ત ઉપવાસનો દિવસ નથી, પરંતુ વૈવાહિક આનંદનો ઉત્સવ છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ઉપવાસ કરવાથી:
 
- પતિનું લાંબુ અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત થાય છે.
- લગ્નજીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે.
- પરિવારમાં સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે છે

આ દિવસે સ્ત્રીઓ ભગવાન શિવ, દેવી પાર્વતી, ભગવાન કાર્તિકેય અને ભગવાન ગણેશની પૂજા કરે છે. આ પરંપરા પવિત્રતા, બલિદાન અને વૈવાહિક પ્રેમનું પ્રતીક છે.