મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 7 જાન્યુઆરી 2018 (13:08 IST)

H-1B વીઝાના નવા નિયમોથી મોટી સંખ્યામાં ભારતીયોને, અમેરિકા મૂકવું પડી શકે છે.

‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિને અનુરૂપ ટ્રંપ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા મૂકવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી(DHS) સાથે મેમોના સ્વરૂપમાં શેર કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કર્સને H-1B વીઝા રાખવાથી રોકી શકે છે, જેમના ગ્રીન કાર્ડ લંબિત પડ્યા હશે.
અમેરિકી સરકારના આ નિર્ણયથી અમેરિકામાં હજારો ઈન્ડિયન એમ્પ્લોઈઝની H-1B વીઝા એક્સટેન્ડ નહી કરાશે કારણકે સ્થાઈ નિવાસની અનુમતિ આપતું ગ્રીન કાર્ડની એપ્લિકેશન હજી પેન્ડિંગ છે. આ નવા કાયદાથી પ્રભાવિત થનારા ભારતીયોમાં મોટી સંખ્યામાં IT સેક્ટરમાં કામ કરનારા કર્મચારી છે.
આ નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ આવેદનો પેંડિંગમાં  હજી 2-3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા નિયમ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે.
ખબર છે કે  સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી મુદ્દાઓ પર અમેરિકાની સંસદ અને સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે અને આગામી અમુક અઠવાડિયામાં પ્રસ્તાવિત કાયદા પર વાતચીત પણ થઈ શકે છે.
વાસ્તવમાં, અમેરિકા આ પગલું તેના Protect and Grow American Jobs બિલના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ બિલમાં H-1B વીઝાના દુરૂપયોગને રોકવા માટે નવા પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે. આના સિવાય, સરખું વેતન અને ટેલેન્ટના મૂવમેન્ટને લઈને નવા કાયદા લગાવવાની વાતો કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દર વર્ષે 85000 નોન-ઈમિગ્રન્ટ H-1B વીઝા જ્યારે 65000 વિદેશીઓને વીઝા આપે છે. આ સિવાય 20000 લોકોને અમેરિકાની સ્કૂલ-કોલેજોમાં એડવાન્સ ડિગ્રી કોર્સમાં એડમિશન માટે વીઝા આપે છે. આમાંથી 70 ટકા લોકો ભારતીયો હોય છે અને મોટાભાગના લોકોને IT કંપનીઓ હાયર કરે છે.