મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (16:21 IST)

Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે

sharad purnima
Sharad purnima 2025- શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. શરદા પૂર્ણિમાને આસો પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે.  માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. ચાલો જાણીએ આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે. 

શરદ પૂનમ ક્યારે છે
શરદ પૂર્ણિમા 2025 માં ઓક્ટોબર 6 ના રોજ ઉજવવામાં આવશે. 

શરદ પૂર્ણિમા ઓક્ટોબર 6 ના રોજ બપોરે 12.23 વાગ્યે શરૂ થશે જે 7 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ રાત્રે 9:35 વાગ્યા સુધી રહેશે. કારણ કે કોજાગરી પૂર્ણિમા માટે રાત્રિભર પૂર્ણિમા આવશ્યક અને શુભ છે. તેથી, વ્રતની પૂર્ણિમા અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા 6 ઓક્ટોબર, સોમવારની રાત્રે કરવામાં આવશે.