Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ પીએમ મોદી ફરીવાર લઈ શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

Updated: મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:34 IST)
આ વર્ષે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસનું આયોજન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે એટલે કે કેવડિયામાં કરવામાં આવ્યું છે. મે 2014માં નરેંદ્ર મોદીના મોદીબન્યા બાદ બીજી વખત DGP કોન્ફરંસ ગુજરાતમાં યોજાશે. ડિસેમ્બર 2015માં કચ્છના ધોરડોમાં આ કોન્ફરંસ યોજાઈ હતી. દેશના તમામ રાજ્યોના DGP, સુરક્ષા અને ઈન્ટેલિજન્સ એજન્સીના વડા અને તેમના ડેપ્યુટીઓ કોન્ફરંસમાં ભાગ લેશે.  મોદી 20 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરંસ માટે બે દિવસ ત્યાં રોકાશે.
ગુજરાત સરકારના અધિકારીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે બે દિવસીય કોન્ફરંસના અંતિમ દિવસે મોદી સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા છે સાથે જ રાષ્ટ્રપતિ 22 ડિસેમ્બરે ધોરડોમાં કચ્છના નાના રણની મુલાકાત લેશે.
DGP કોન્ફરંસ સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપી કે,  મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસમાં ભાગ લેવા માટે હામી ભરી છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં બીજી વખત મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાઈટ ખાતે નવનિર્મિત એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવનમાં રોકાણ કરે તેવી શક્યતા છે. મોદીનર્મદા અને આસપાસના જિલ્લામાં કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.”

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે મહિલાઓ

ગુજરાતી જોક્સ - આ મારું જીવન છે

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

GIVA એ પરત લીધી કૃતિ સેનનની રાખડીવાળી વિવાદિત એડ, ટ્રોલિંગ પછી કંપનીનુ આખુ નિવેદન આવ્યુ સામે

ગુજરાતી જોક્સ- મારી રક્ષા

આગળનો લેખ
Show comments