Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદ-ગોધરા હાઇસ્પીડ રેલવે ટ્રેક ફરતે દીવાલ ચણવાની કામગીર શરુ કરાઈ

Updated: સોમવાર, 18 નવેમ્બર 2019 (11:51 IST)
રેલવે તંત્ર દ્વારા દિલ્હી મુંબઈ વચ્ચે મેઈન લાઈનને હાઈસ્પીડ ઝોન બનાવવાનું કામ ખૂબજ ઝડપથી કરી રહ્યું છે. તેના ટ્રેકને પણ દિવાલથી સુરક્ષિત રાખવાની કામગીરી પણ તેનો જ એક ભાગ હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આશરે 1386 કિમી લાંબા રૂટમાં રતલામ રેલવે મંડલ પોતાના ભાગની એટલે કે ગોધરાથી નાગદા સુધી 230 કિમી લાંબી રેલવે લાઇનને બંને તરફથી બાઉન્ડ્રીવોલ બનાવવાનું સૌથી મોટુ અને મહત્વપૂર્ણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રી કાસ્ટ સીમેન્ટ બ્લોકની આ બાઉન્ડ્રીવોલ ની કામગીરી ગોધરાથી દાહોદ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તેની ઉંચાઇ 1.6 મીટર છે. આ સેક્શનનુ કામ પૂર્ણ થયા બાદ દાહોદ-રતલામ વચ્ચે બાઉન્ડ્રીવોલ બનાવવાનું શરૂ કરવામાં આવશે. આ કામગીરી પાછળ ઢોરો, વાહનો અને લોકો લાઇન ક્રોસ કરતા રોકવાની રેલવેની નેમ છે. આ સાથે રેલવે ટ્રેક ઉપર થતાં અકસ્માત પણ રોકાઇ જશે. બાઉન્ડ્રીવોલ હોવાથી અનિવાર્ય સંજોગો સિવાય ટ્રેનની સ્પીડમાં ઘડાટો કરવો નહીં પડે. પુરા પ્રોજેક્ટ ઉપર રેલવે દ્વારા 1118 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. રતલામ રેલવે મંડલ સાથે મુંબઇ મંડલમાં પણ કેટલાક સ્થળે બાઉન્ડ્રીવોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - આજે દેશ માટે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ

ગજની ફિલ્મના વિલન અને મહાભારતના અશ્વથામા પ્રદીપ રાવતનુ મોત, છેલ્લા એક મહિનાથી કેંસર સામે ભીડી રહ્યા હતા બાથ

આગળનો લેખ
Show comments