બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (13:22 IST)

જૂનાગઢ ખેતરમાં સૂતાં સૂતાં સિંહ સાથે લીધેલો વીડિયો વાયરલ

જૂનાગઢનાં આંબાવાડીયામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સુતેલી એક વ્યક્તિનો વીડિયો હોલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
 
સિંહો સાથેની સેલ્ફી પર પ્રતિબંધ છે અને તેને કારણે અનેકવાર વિવાદ સર્જાયો છે. તે છતાં એક વ્યક્તિએ સિંહ સાથે સૂતેલો વીડિયો લીધો છે. જૂનાગઢનાં આંબાવાડીયામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સુતેલી એક વ્યક્તિનો વીડિયો હોલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વનવિભાહે આ સ્થળ અને આરોપી કોણ છે તે શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.
 
આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિએ ટોપી પહેરેલો અને કોણી ટેકવી જમીન પર સૂતો છે. તે બીજા વ્યક્તિ પાસેથી પોતાનો વીડિયો ઉતારાવી રહ્યો છે. જેમાં માત્ર 20 ફૂટ દૂર સિંહ પણ બેઠો છે. હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
 
વીડિયો શૂટ કરનાર વ્યક્તિની સાથે એક મહિલા પણ છે. જેનો વીડિયોમાં પાછળથી અવાજ આવે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ, વીડિયો શૂટ કરાવનાર વ્યક્તિ સિંહોને પોતાની સાથે બતાવીને પોતાનો રોફ જમાવવા ઇચ્છતો હોય તેમ જણાય છે. જંગલ વિસ્તારમાં સિંહો સાથે સેલ્ફી લેવી કે ફોટો લેવો પ્રતિબંધિત છે. ગીરના જંગલો સાવજોનું ઘર છે અને સ્વાભાવિક રીતે તેઓ તેમના રહેઠાણ વિસ્તાર એવા જંગલ વિસ્તારમાં અનેકવાર સિંહ ફરતા જોવા મળે છે.