Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વઘઇમાં 12 ઇંચ વરસાદ, અનેક ગામ સંપર્ક વિહોણા

Updated: શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:19 IST)
ગુજરાતમાં  છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે. ડાંગ નજીકના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે. નવસારી, વલસાડ જિલ્લાના અનેક ડેમમાં નવું પાણી આવતા પાણીની સપાટી વધી છે. 
તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. બીજીબાજુ ઉત્તર ગુજરાતના હારીજ, મહેસાણા, પ્રાંતિજ, માલપુરા, ધનસુરામાં પણ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. 
સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેતીને નવજીવન મળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હોવાથી વરસાદની તાતી જરૂર હતી તે પૂરી થઈ છે. 
ધરમપુરમાં ચક્રાવાતી વાવાઝોડાને કારણે કેટલાક ઘરના પતરાં ઊડી ગયા હોવાની ઘટના પણ નોંધાઈ છે. આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીમાં પૂર આવ્યું હતું. 


એક સમયે સૂકાઈ ગયેલી કાવેરી નદીમાં નવા નીર આવતાં તે બંને કાંઠે વહેતી થઈ હતી. મંદિર પણ ડૂબી ગયું હતું.વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં 06 મીમી, પારડીમાં 1.28 ઇંચ, ધરમપુરમાં 2.52 ઇંચ, વાપીમાં 13 મીમી, વલસાડમાં 19 મીમી અને જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

અત્યારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી, સુરત સીટીમાં 40 મિમી નોંધાયો છે. ઉકાઈડેમમાં 279.32 ફુટ ઇનફલો 18649 ક્યુસેક ઓઉટફલો 600 ક્યુસેક પાણી નોંધાયુ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આજે આરામ?

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

આગળનો લેખ
Show comments