સંબંધિત સમાચાર
- દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી ચારેબાજુ પાણી-પાણી
- દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર, વાપીમાં 8 ઇંચ, પારડીમાં 7 ઇંચ, કપરાડા-ઉમરગામમાં છ ઇંચ વરસાદ
- ગુજરાતના ઉમરગામમાં 15 દિવસમાં 49 ઈંચ વરસાદ, મુંબઈમાં ભારે વરસાદથી શાળા-કૉલેજની રજા
- આગ્રામાં ભીષણ માર્ગ અકસ્માત, લખનૌથી દિલ્હી જઈ રહેલી બસ નાળામાં પડી,. 29ના મોત
- પાણી જ વિકાસનો મુખ્ય આધાર-પાણી માટે ચિંતન-મંથનની શિબિર ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉમરગામમાં 13 ઇંચ વરસાદથી હાઇવે જામ
વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પર અસર પડી હતી. મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલતી હતી. મધુવન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર આવતા અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ભારે વરસાદને પગલે વલસાડ,વાપી,પારડી ઉમરગામ કપરાડા તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. વાપીના ગુંજન વિસ્તાર, વાપી નવો રેલવે અન્ડરબ્રીજ, વાપી ચણોદ, વાપી જલારામ મંદિર, ચલા મુકતાનંદ માર્ગ તેમજ વલસાડ છીપવાડ કપરાડા અંતરિયાળ વિસ્તરોમાં પાણી ભરાતા સૌ કોઈ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં
મધુડેમ ભયજનક સપાટીએ પહોંચતાના સાત દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા કાંઠા વિસ્તારના ગામોને તંત્રએ એલર્ટ જાહેર કર્યા છે જયારે ઉમરગામ તાલુકા ના મોહનગામ ફાટક ને.હા.48 ઉપર વાપી થી મુંબઇ તરફ જતા માર્ગ પર રવિવાર ના રોજ વરસાદી પાણી વહેતા થયા હતા.જેના લીધે વાહનો ને એક ટ્રેક પરથી પસાર કરાતા વાહનો ની લાંબી કતારો લાગી હતી.
વલસાડમાં બનાવવામાં આવેલા મધુબન ડેમમાં ૨,૧૦,૬૫૪ ક્યુસેક પાણીની આવક થવાને કારણે ડેમના ૭ દરવાજા ૫.૨૦ મીટરે ખોલી દેવામાં આવ્યા હતા. ડેમમાંથી 15 હજાર ક્યૂસેકથી વધારે પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઇ હતી. દમણગંગા નદીમાં પૂરને કારણે શોપીંગ મોલ, દુકાનો, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.દમણગંગામાં પૂર આવતાં જિલ્લા પ્રશાસને નદીના કિનારે ન જવાની લોકોને ચેતવણી આપી છે.
વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો હતો.આ પૂલ વાંકલ અને ફલધરા ગામોને જોડતો હતો.
ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે બપોર બાદ ટ્રાફીક હળવો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
વલસાડમાં આવેલી ઔરંગા નદી સવારે 10 વાગ્યા સુધીમાં અતિ ભયજન કહી શકાય તેવી 4.9 મીટરની સપાટીએ પહોંચી હતી. જેથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એક ફૂટથી લઈને વધુ પાણી ઘુસી ગયા હતાં.
વાપીમાં એકધારા વરસી રહેલા વરસાદના પગલે ભારે હાલાકી સર્જાઈ છે. વાપી બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગોડલનાગર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ભરાયા હતા.

