Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે
Dev Uthani Ekadashi 2026 Wishes
દેવઉઠી એકાદશીના દિવસને ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને વિષ્ણુ પ્રબોધિની, દેવ પ્રબોધિની એકાદશી, કાર્તિક શુક્લ એકાદશી અને કાર્તિકી એકાદશીના નામથી ઓળખાય છે, જે દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના રોજ ઉજવાય છે. આ એકાદશી ચાતુર્માસ ના અંતનુ પ્રતિક છે. શાસ્ત્રો મુજબ આ દિવસે શ્રી હરિ પોતાની યોગ નિદ્રામાંથી જાગે છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે આ એકાદશી (Dev Uthani Ekadashi 2026 Nii Shubhkamnao) 20 નવેમ્બર રોજ ઉજવવામાં આવશે. તો આવો આ પાવન તિથિને વધુ મંગલકારી બનાવવા માટે અહી આપવામાં આવેલી શુભકામનાઓ તમારા પ્રિયજનોને મોકલો.
1. ચાર માસની યોગનિદ્રા બાદ જાગ્યા છે શ્રી હરિ,
તમારા જીવનમાં પણ ખુશીઓની વસંત ખીલી ઉઠે,
દેવઉઠી એકાદશીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
2. તુલસી અને શાલિગ્રામના પાવન વિવાહનો આ અવસર,
તમારા ઘર-આંગણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે,
પ્રબોધિની એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ!
3. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા પરિવાર પર વરસે,
આજથી શરૂ થતા તમામ શુભ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય,
દેવઉઠી એકાદશીના પવિત્ર પર્વની શુભેચ્છાઓ!
4 શેરડીના મંડપ અને તુલસી ક્યારાની શોભા અનેરી,
દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે નારાયણ શ્રી હરિ,
દેવઉઠી એકાદશીની આપને અને પરિવારને શુભેચ્છા!
5. આજથી મંગળ કાર્યો અને શુભ મુહૂર્તની થઈ શરૂઆત,
ઈશ્વરના આશીર્વાદથી તમારા જીવનમાં રહે સદા પ્રભાત,
દેવઉઠી એકાદશીની હાર્દિક શુભકામનાઓ!
6. ૐ નમો ભગવતે વાસુદેવાય ના નાદથી ગુંજી ઉઠે ધરા,
તમારા જીવનમાંથી દૂર થાય બધા જ દુઃખ અને અંધારા,
દેવઉઠી એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
7. માતા તુલસી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદા સાથે રહે,
તમારા જીવનમાં પ્રેમ, સ્નેહ અને સફળતાની સરિતા વહે,
દેવઉઠી એકાદશીના પાવન દિવસની શુભકામનાઓ!
8. દેવ જાગ્યા છે આજે, હવે ભાગ્ય પણ જાગી ઉઠશે,
મહેનત અને ભક્તિના ફળ રૂપે દરેક સપનું સાકાર થશે,
દેવઉઠી એકાદશીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
9. દીપ પ્રગટે આંગણે અને મનમાં રહે પ્રભુનું સ્મરણ,
શ્રી હરિના ચરણોમાં રહે સદા આપણું સમર્પણ,
પ્રબોધિની એકાદશીની મંગલમય શુભકામનાઓ!
10. સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંતોષથી ભરેલું રહે તમારું જીવન,
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કરે તમારા દુઃખોનું હરણ,
દેવઉઠી એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
