શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 23 મે 2019 (10:53 IST)

દક્ષિણ ગુજરાતની ચાર બેઠક નવસારી,વલસાડ, સુરત, બારડોલીમાં ભાજપ આગળ

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ ઇવીએમની ગણતરીનો પ્રારંભ થયો છે. હાલ દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ,વલસાડની બેઠક પર કે.સી. પટેલ, બારડોલી બેઠક પર પ્રબુ વસાવા અને સુરત બેઠક પર દર્શના જરદોષ આગળ ચાલી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠકની ગણતરી બપોરે બાર વાગ્યા સુધીમાં પૂર્ણ થતાં બાર કલાકે પરિણામ સ્પષ્ટ થઈ જશે, ત્યાર બાદ વીવીપેટ અને ઇવીએમની સરખામણી કરાશે,જે સાંજે ચાર વાગ્યે પૂર્ણ થશે. અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.