Natural Amla Hair Serum: આજકાલ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સથી વાલની નેચરલ ચમક અને કાળો રંગ ધીમે ધીમે ખતમ થતો જઈ રહ્યો છે. જો તમે પણ સફેદ વાળને અને ડ્રાયનેસની સમસ્યાથી પરેશાન છો તો ઘરે જ બનાવો Natural Amla Hair Serum તમારે માટે વરદાન સાબિત થઈ શકે છે. આ સિરમ વાળની જડને કાળા બનાવવા ઉપરાંત તેને મજબૂત અને સિલ્કી પણ બનાવે છે.
કેવી રીતે બનાવશો નેચરલ આમળા હેયર સીરમ ? – How to Make Natural Amla Hair Serum
સામગ્રી
આમળાનો રસ - 4 મોટી ચમચી
એલોવેરા જેલ - 2 મોટી ચમચી
નારિયળ તેલ - 1 મોટી ચમચી
વિટામિન E કૈપ્સૂલ - 1
ગુલાબજળ - 1 નાની ચમચી
બનાવવાની રીત -
સૌથી પહેલા એક સ્વચ્છ વાડકીમાં આમળા જ્યુસ અને એલોવેરા જેલ નાખો
- હવે તેમા નારિયળ તેલ અને ગુલાબ જળ મિક્સ કરો
- હવે વિટામિન E કૈપ્સૂલ ને કાપીને તેના ઓઈલનુ મિશ્રણ તેમા નાખો
- બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક કાચની બોટલ કે સ્પ્રે બોટલમાં ભરીને મુકી દો
- તમારુ નેચરલ આમળા હેયર સીરમ તૈયાર છે. તેને ફ્રિજમાં 7 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ ? – How to Use Amla Hair Serum?
વાળ ધોયા પછી સાધારણ ભીના વાળ પર સીરમ લગાવો
માથાની જડમાં આંગળીઓથી હળવા હાથે મસાજ કરો
તેને અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવવુ યોગ્ય રહે છે.
રાત્રે લગાવીને સવારે વાળ ધોવાથી વધુ સારા પરિણામ મળે છે.
આમળા હેયર સીરમના ફાયદા – Benefits of Using Amla Hair Serum
આમળા વાળને પિગમેટને વધારીને તેને નેચરલી કાળા બનાવે છે.
એલોવેરા વાળમાં સોક્ટનેસ અને શાઈન લાવે છે.
નારિયળ તેલ વાળની જડને મજબૂત બનાવે છે અને તૂટવાથી બચાવે છે.
વિટામિન E વાળને ડેમેજ થતા બચાવે છે અને તેને પોષણ આપે છે.
નિયમિત ઉપયોગથી ડેડ્રફ, હેયર ફોલ અને ડ્રાઈનેસની સમસ્યા ખતમ થઈ જાય છે.
1. આમલાથી વાલને કેવી રીતે કાળા કરવા ?
આમળા વાળને કાળા કરવાનો એક પ્રાકૃતિક ઉપાય છે. તમે તાજા આમળાને સુકાવીને તેનો પાવડર બનાવી લો અને નારિયળ તેલમાં મિક્સ કરીને ગરમ કરો આ તેલને અઠવાડિયામાં 2-3 વાર વાળની જડમાં લગાવો. નિયમિત ઉપયોગથી સફેદ વાળ ધીરે ધીરે કાળા થવા માંડે છે.
2. વાળને કાળા કરવા માટે આમળાનો ઉપયોગ કેવી રીતે કરશો ?
તમે આમળાના જ્યુસ કે આમળા પાવડરને દહી અથવા મેહંદીમાં મિક્સ કરીને હેયર પેક બનાવી શકો છો. તેને 30 મિનિટ સુધી વાળમાં લગાવીને છોડી દો અને પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આમળામાં રહેલા વિટામિન C અને એંટીઓક્સીડેંટ વાળની જડને મજબૂત બનાવે છે અને નેચરલ બ્લેકનેસ વધારે છે.
3. માથામાંથી સફેદ વાળ કાયમ માટે કેવી રીતે હટાવશો ?
સફેદ વાળને સ્થાયી રૂપથી હટાવવા માટે આમળા, કઢી લીમડો અને નારિયળ તેલ નુ મિશ્રણ ખૂબ અસરદાર હોય છે. તેને ગરમ કરીને અઠવાડિયામાં બે વાર સ્કેલ્પ પર લગાવો. આ મિશ્રણ મેલાનિન પ્રોડક્શનને વધારે છે. જેનાથી નવા વાળ કાળા ઉગવા માંડે છે.
4. ઘરમા નેચરલ હેયર સીરમ કેવી રીતે બનાવવુ
નેચરલ હેયર સીરમ બનાવવા માટે 2 ચમચી આમળાનુ જ્યુસ, 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી નારિયળ તેલ મિક્સ કરો. આ સીરમને વાળને માથે અને જડમાં હળવા હાથે લગાવો. આ સીરમ વાળને સોફ્ટ રાખે છે અને વાળ ફ્રિજ ઓછા થાય છે અને નેચરલ શાઈન વધારે છે.