ગુજરાતમાં વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ બેટીંગ શરુ કરી દીધી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની મહેર થઈ છે. વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે તો બીજી બાજુ લોકો તંત્રના અણઘડ વહીવટના કારણે પરેશાન થતાં જોવા મળ્યાં છે. ત્યારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરીવાર ધમાકેદાર વરસાદ વરસ્યો છે. ...