Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની વધુ એક સિદ્ધિ: સુશાસનમાં નંબર 1નો રાષ્ટ્રીય એવોર્ડ

ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (13:58 IST)
દેશમાં નરેન્દ્ર મોદી અને ‘વિકાસ’ ના ગુજરાત તરીકે ઓળખાતા રાજયએ ફરી એક વખત શાસનની બાબતમાં રાષ્ટ્રીય સ્તરે નંબર વન સ્થાન સાથે સુશાસન એવોર્ડ મેળવ્યો. દેશના તમામ રાજયોમાં શાસન અને સંવેદનશીલતાના સમન્વયનો જે માપદંડ છે તેમાં ગુજરાતે 2019માં વધુ એક પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 
રાજયએ 2001માં વર્તમાન વડાપ્રધાન અને એક સમયના રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની જે એક નવી વ્યાખ્યા અમલમાં મુકીને દેશભરમાં ગુજરાતને એક મોડેલ સ્ટેટ બનાવ્યું તેને આગળ ધપાવતા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જયાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે રાજયમાં માળખાકીય સુવિધા- મહાનગરોના આધુનિકરણ અને છેક ગ્રામ્ય વિસ્તાર સુધી જે માર્ગ-વિજળી પાણીની સુવિધાના નવા આયામ કરવા તેની સાથે રાજયમાં વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન કરી આ સેવાઓ ઝડપી બને તે જોવા ઉપરાંત પારદર્શકતા પણ સર્જી તેનો નીચોડ આ એવોર્ડમાં દેખાય છે.
રાજયમાં ફકત માળખાકીય સુવિધા જ નથી. કાયદો વ્યવસ્થા- રોજગાર માટે ઈ-પોર્ટલ તથા ઉદ્યોગોને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં ગુજરાતે મોદી શાસનમાં જે ઉચ્ચ માપદંડો સર્જાયા હતા તેને આગળ ધપાવીને આ એવોર્ડ માટે યોગ્યતા મેળવી છે. શ્રેષ્ઠ શાસન, સુશાસન, ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજીટલાઈઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંઓને લીધે ગુજરાત હવે ભારતનું પ્રથમ ક્રમનું સુશાસીત રાજય બન્યું છે. આજરોજ ‘સ્કોચ રેન્કીંગ’માં ગુજરાતને પ્રથમ ક્રમાંક આપ્યો છે.
સ્કોચ રેન્કીંગ અત્યંત પ્રતિષ્ઠિત રેન્કીંગ એજન્સી છે. 2003થી કાર્યરત આ સંસ્થાના રેન્કીંગ આધારભૂત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મા અમૃતમ યોજનાની પ્રશંસા દેશભરમાં થઈ રહી છે. વિવિધ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બાબતે, સ્વચ્છતામાં અને શહેરોના વિકાસ બાબતે ગુજરાતે હરણફાળ ભરી છે. દેશ-દુનિયાનાં સૌથી ઝડપભેર વિકસતા શહેરોમાં ગુજરાતનાં એક કરતાં વધુ શહેરોની ગણના થાય છે.
હજુ થોડાં દિવસ પહેલા જ સી.એમ. રૂપાણીએ રાજયના મહાનગરો અને નગરોનાં વિકાસ માટે મોટી રકમ ફાળવી છે. આવી બધી સકારાત્મક બાબતોને પગલે જ ગુજરાત દેશનું નંબર વન રાજય બન્યું છે. સ્કોચ એવોર્ડ 22 મુદાઓને ધ્યાને રાખી અપાય છે. રાજયના લોકોની સુખાકારી, આર્થિક તથા સામાજીક સ્થિતિ, ટેકનોલોજીનો ઉપયોગ, પ્રજાનું સશક્તિકરણ, આરોગ્ય, સ્વચ્છતા, ઔદ્યોગીક વિકાસ, માળખાગત સુવિધાઓ જેવી અનેક બાબતોમાં રાજયે સાધેલી પ્રગતિને તેમાં ધ્યાને લેવાય છે. આ તમામ ક્ષેત્રોમાં રાજય સરકારે કરેલી જોરદાર કામગીરીને વધુ એક વખત સમર્થન અને સ્વીકૃતિ મળ્યાં છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments