શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (12:18 IST)

મોરબીના 38 સિરામીક એકમોને 217 કરોડ ભરવા I.Tનો હુકમ

મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ઓક્સિજન ઉપર આવી ગયો છે ત્યારે એનજીટીના ઓર્ડરના આધારે જીપીસીબી દ્વારા 500 કરોડની નોટીસ જુદાજુદી સિરામિક ઉધોગકારોને ફટકારવામાં આવી છે તેની કળ હજુ ઉધોગકારોને વળી નથી ત્યાં આઇટી વિભાગ દ્વારા મોરબી આસપાસમાં વર્ષ 2016 અને વર્ષ 2017 દરમ્યાન કાર્યરત કરવામાં આવેલા 38 જેટલા પ્રાઇવેટ લીમીટેડ સિરામિકના કારખાનના માલિકો પાસેથી 217 કરોડની ડીમાન્ડ કાઢવામાં આવી છે.આ રકમ ભરવા માટેનો હુકમ પણ આઇટી વિભાગમાંથી કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને ઉધોગકારોમાં દોડધામ મચી ગઇ છે અને જો ઉધોગકારોને આ લાકડા જેવી રકમ ભરવાના હુકમની સામે અપીલમાં જવુ હોય તો પણ હુકમના 20 ટકા જેટલી રકમ તાત્કાલિક ભરવી પડે તેમ છે જે રકમ પણ હાલની સ્થિતિમાં કોઇ ઉધોગકાર ભરી શકે તેમ નથી માટે આ મુદે સિરામિક એસો.ના પ્રમુખોની હાજરીમાં રાજકોટ રેન્જના જોઇન્ટ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે કે માઠી ચાલી રહી હોય તેમ એક પછી એક જટકા લાગી રહ્યા છે એક મુશકેલી દુર થઇ ન હોય ત્યાં સિરામિક ઉદ્યોગ સામે નવી મુશ્કેલી આવીને ઉભી રહી જાય છે. સિરામિક ઉદ્યોગમાં વર્ષોથી કોલ ગેસીફાયરનો ઉપયોગ કરીને ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું જોકે પ્રદૂષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને એનજીટી દ્વારા કોલ ગેસી ફાયરને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી ઉદ્યોગની મુશ્કેલી વધી ગઈ હતી. એનજીટીના હુકમ પછી સિરામિક ઉદ્યોગકારોએ તાત્કાલિક અસરથી કોલ ગેસીફાયર બંધ કરી નેચરલ ગેસના આધારે સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરી દીધેલ છે આ ઝટકામાંથી ઉધોગકારો બહાર આવ્યા ન હતા ત્યાં એનજીટીએ કરેલા હુકમને ધ્યાનમાં રાખીને જીપીસીબી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને 500 કરોડ રૂપિયા ભરવાની નોટિસો પ્રદૂષણ ફેલાવવા બદલ દેવામાં આવેલ છે જેની હજુ લડાઈ ચાલી રહી છે અને કોઈ નિવેડો આવ્યો નથી ત્યાં મોરબીના 38 જેટલા સિરામિક ઉદ્યોગકારોને 217 કરોડ રૂપિયા ભરવા માટે આઇટી વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે..! મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા વર્ષમાં મોરબી આસપાસમાં જેટલા પણ નવા યુનિટો આવ્યા છે તેમાંથી 38 પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને હાલમાં આઇટી વિભાગ દ્વારા કરોડો રૂપિયા ભરવા માટેની નોટિસો દેવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ વર્ષ 2026-17 દરમિયાન મોરબીની આસપાસમાં કાર્યરત કરવામાં આવેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેર હોલ્ડરો દ્વારા જે મૂડી તેઓની કંપનીમાં રોકવામાં આવી છે તે રકમ ક્યાંથી આવી હતી તેના માટેના પુરાવા ગત ડીસેમ્બર મહિનામાં સિરામિક ઉધોગકારો પાસેથી માંગવામાં આવી હતી જો કે, નિયત કરેલ સમય મર્યાદામાં સિરામિક ઉધોગકારો દ્વારા જે પુરાવા રજુ કરવાના હતા તે મોરબીના 38 ઉધોગકારેા રજુ કરી શક્યા નથી જેથી તેમને 1 થી લઇને 10 કરોડ સુધીની રકમ ભરવા માટેનો હુકમ આઇટી વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે.