Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોંગ સાઈડમાં વાહન ચલાવતાં પકડાયા તો લાઈસન્સ સસ્પેન્ડ, 12 માર્ચ સુધી દંડનીય કાર્યવાહી શરુ

શુક્રવાર, 6 માર્ચ 2020 (14:13 IST)
ટ્રાફિક પોલીસે શહેરમાં 128 સ્થળ ઓળખી કાઢ્યા છે જ્યાં લોકો રોંગ સાઈડમાં ભયજનક રીતે વાહનો લઈને આવતાં હોય છે. ટ્રાફિક વિભાગે ગુરુવારથી શરૂ કરેલી ડ્રાઈવ 12 માર્ચ સુધી ચાલશે. રોંગ સાઈડથી આવતાં વાહનચાલકને પકડી પોલીસ પહેલી જ વખતમાં લાઈસન્સ સસ્પેન્ડ કરશે. પ્રથમ દિવસે પોલીસે 175 કેસ કરી 2.88 લાખ દંડ વસૂલ્યો, 23 વાહન જપ્ત કર્યા છે.
શહેર ટ્રાફિકના સંયુકત પોલીસ કમિશનર જે.આર.મોથલિયાના જણાવ્યા અનુસાર શહેરમાં રોંગસાઈડમાં ભયજનક રીતે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં દરેક થાણા ઈન્ચાર્જે અસરકારક કામગીરી કરવાની રહેશે.રોંગ સાઈડેથી આવતાં ચાલકો સામે દિવસભર ડ્રાઈવ ચાલુ રખાશે. ડ્રાઈવમાં IIM, ડ્રાઈવ ઈન, ચાણકયપુરી, એઈસી બ્રિજ સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
રોંગ સાઈડથી આવતો ચાલક પકડાય તો આઈપીસીની કલમ 279 તેમજ મોટર વ્હીકલ એકટની જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે લાઈસન્સ સસ્પેન્ડ કરાશે. લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી માટે આરટીઓ સાથે સંકલનમાં રહી દરરોજ 3થી 5 વાગ્યા દરમિયાન સબંધિત આરટીઓ કચેરી ખાતે લાઈસન્સ મોકલી અપાશે. ડ્રાઈવનો રિપોર્ટ મદદનીશ પોલીસ કમિશનરને રોજે રોજ આપવાની સૂચના અપાઈ છે.
સામાન્ય રીતે રોંગસાઈડમાં આવતા વાહનચાલકો પોલીસને જોઈને વળી જતા હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ડ્રાઈવમાં આવા વાહનચાલકોને પકડી કાર્યવાહી કરવા માટે સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિક જે.આર.મોથલિયાએ આવા રસ્તાઓ ઉપર એન્ફોર્સમેન્ટ ટીમો હાજર રખાવી આવા વાહનચાલકોને ઝડપી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments