આ છે આજનું શિક્ષણઃ સુરતમાં દારૂ પીને શાળામાં આવતી શિક્ષિકા સસ્પેન્ડ

Last Modified ગુરુવાર, 5 માર્ચ 2020 (13:08 IST)

મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રામપુરામાં આવેલી શાળામાં શિક્ષિકા હેમાંગિની સોલંકી દારૂનો નશો કરી ભણાવવા આવતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યાં સરસ્વતીનો સાક્ષાત્ વાસ હોય છે એવા શિક્ષણના મંદિરમાં દારૂનું વ્યસન કરી આવનારી શિક્ષિકા સામે વારંવાર વાલી અને સ્ટાફના લોકોએ સમિતિને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલમાં આવી હોબાળો મચાવ્યો હતો અને ફરી વાલીઓએ સમિતિમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. પંચમહાલમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં સરકારી શાળાનો એક શિક્ષક ખુદ બુટલેગર હતો. આવા નમાલા શિક્ષકો હોય ત્યાં શિક્ષણ કેવું હશે એની તો વાત જ થાય નહીં.


આ પણ વાંચો :