શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (15:46 IST)

વિચિત્ર પ્રેમપ્રકરણ: આઠમા ધોરણનો વિદ્યાર્થીને 26 વર્ષની શિક્ષિકા ભગાડી ગઇ

ગાંધીનગરમાં શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે પ્રેમપ્રકરણનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં એક સરકારી કર્મચારીએ પોતાના 14 વર્ષનો ગુમ થયો હોવાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો હોબાળો મચી ગયો અને પોલીસ અસમંજસમાં મુકાઇ ગઇ. પિતાએ આરોપ લગાવ્યો કે પુત્રની 26 વર્ષીય શિક્ષિકા તેને લઇને ભાગી ગઇ છે. 
 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'લગભગ એક વર્ષથી મહિલા ટીચર કથિત રીતે ગાયબ વિદ્યાર્થી સાથે સંબંધમાં હતી. સ્કૂલના વહિવટીતંત્રએ તાજેતરમાં બંનેને ફટકાર લગાવી હતી. તેમના સંબંધને સ્વિકાર ન કરી શકાય, જેના લીધે તેમણે શુક્રવારે ધર છોડી દીધું. એક ટીચર પોતાના વિદ્યાર્થી સાથે ભાગી જવાના કેસ ખૂબ ઓછા જોવા મળે છે. વિદ્યાર્થી આઠમા ધોરણનો વિદ્યાર્થી છે. 
 
ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. ગુમ છોકરાના પિતાએ કહ્યું કે ''હું સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યા તો પુત્ર ગુમ હતો. મારી પત્નીએ જણવ્યું કે પુત્ર 4 વાગ્યાથી ઘરેથી ગાયબ છે. અમે તેને પડોશ તથા સંબંધી પાસે શોધવાનો પ્રયત્ન કયો પરંતુ ત્યાં સુધી તે પહોંચની બહાર નિકળી ગયો. હું ટીચરના ઘરે પણ ગયો પરંતુ ત્યાં પણ કોઇ ન મળ્યું. 
 
ગુમ વિદ્યાર્થીના પિતા ઉદ્યોગ ભવનમાં કામ કરે છે. તેમનો આરોપ છે કે મહિલા ટીચર, પુત્રને લલચાવી-ફોસલાવી પોતાની સાથે ભગાડી ગઇ છે. પોલીસના અનુસાર અત્યાર સુધી બંનેનો પત્તો લાગ્યો નથી કારણ કે તે મોબાઇલ સાથે લઇ ગયા નથી.