સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 જાન્યુઆરી 2020 (12:00 IST)

ગોઝારો રવિવાર - લીંબડી અમદાવાદ હાઇવે બન્યો લોહિયાળ જુદાજુદા બે અકસ્માત માં કુલ 8 વ્યક્તિઓ ના મોત

લીંબડી અમદાવાદ હાઇવે બન્યો લોહિયાળ જુદાજુદા બે અકસ્માત માં કુલ 8 વ્યક્તિઓ ના મોત થયા
 
બગોદરા નજીક મીઠાપુર પાસે ડપર અને કાર વચે  અકસ્માત સર્જાયો . જેમાં ત્રણ લોકો ના મોત થયા
 
બીજો અકસ્માત લીંબડી દેવપરા ના પાટિયા નજીક થયો. કાર અને ટ્રક ધડાકા ભેર અથડાયા. જે ઘટનામાં પાંચ ના મોત થયા. 
લીંબડી અમદાવામાં હાઇવે બન્યો રક્ત રંજીત. રવિવાર ગોઝારો વાર નેશનલ હાઇવે પર કાળ ચકર ફર્યું
લીંબડી બગોદરા હાઈવે પર અકસ્માત. સોમનાથ થી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે દેવપરા ના પાટીયા પાસે ઈનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોતને 5ને ઇજા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 
 
અકસ્માતમાં 1 ભવાની નાગેન્દ્ર, 2 સુબ્રમણ્યમ તંબારાવ, 3 રાજેશ્રી સુબ્રમણ્યમ, 4 ગણેશ સુબ્રમનીયમ, અને 5 અકિલ પ્રસાદનું કમાટી ભર્યું મોત નિપજયું 
 
ત્યારે આ અકસ્માતમાં 1 નાગેન્દ્ર પ્રસાદ, 2 માધુરી શ્રીનિવાસ, 3 કુચલીતા, 4 રુચિતા અને ઈનોવા ડ્રાઇવર સોહન કેવલાજી ગંભીર ઇજા પહોંચી