ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (17:38 IST)

સીએમ રૂપાણીનું નિવેદનઃ ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ધમધોકાર વેચાય છે અને પીવાય છે એવી ચર્ચાઓ છે એટલું જ નહીં પરંતુ દારૂ પકડાય પણ છે ત્યારે સીએમ રૂપાણીનું એક નિવેદન સામે આવ્યું છે. જેને પગલે હાલ ચકચાર મચી ગઈ છે. દારૂ પીને ડ્રાઈવીંગ કરતા લોકો અકસ્માત પણ કરે છે અને આ માટે 122 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે ત્યારે સીએમનું આ અંગેનું નિવેદન હાલ ચર્ચામાં છે.દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ ઝડપાય છે. બીજા રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી ત્યાં આવી ઘટનાઓ નથી બનતી. નોંધનિય છે કે  ગુજરાતમાં અવારનવાર દારૂ પકડાવવાની ઘટના બને છે. હાલ જૂનાગઢમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા મુદ્દે જ્યારે સીએમએ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વાત  કરતા કંઇક આવું નિવેદન આપ્યું હતું.આ પહેલા પણ રાજસ્થાનના CM ગહેલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ વેચાય છે ના નિવેદનને પગલે આ મુદ્દો સળગી ઉઠ્યો હતો ત્યારે હાલ ગુજરાતમાં અબજોનો દારૂ વર્ષે પકડાય છે જેને પગલે CM રૂપાણીએ નિવેદન આપ્યુ હતુ જેનાથી ફરીથી આ વિવાદમાં પ્રાણ ફુકાયો છે.