શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 જાન્યુઆરી 2020 (18:25 IST)

અમદાવાદમાં ફાયરિંગ કરીને 8 લાખની મતાની લૂંટ, સીસીટીવીના આધારે તપાસ શરૂ

બાપુનગરમાં આવેલી સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં ગુરુવારે મોડી રાત્રે રાત્રે પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા હતા. ગુરૂવારે મોડી રાત્રે એક્ટિવા પર આવેલા બે યુવાનોએ હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરીને હીરાના પાંચ પેકેટ સહિત કુલ રૂ.8 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે બાપુનગર પોલીસે આરોપીને પકડવા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
 
આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી જિગ્નેશ સુતરિયા ગુરુવારે રાત્રે 11.30 વાગે પેઢી બંધ કરી બહાર નીકળ્યા ત્યારે બે અજાણ્યા યુવકો તેમની સામે આવ્યા હતા અને એકે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેઓ જિગ્નેશભાઈના હાથમાંથી હીરાના પાંચ પેકેટ અને અન્ય પેકેટ મળી કુલ રૂ.8 લાખની મત્તા લૂંટી ચલાવીને એક્ટિવા લઈ નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં બાપુનગર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ગત સપ્તાહથી અત્યાર સુધીમાં ફાયરિંગ કરી લૂંટવાની આ બીજી ઘટના છે. અગાઉ રબારી કોલોની પાસે ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટી લેવાયો હતો.