બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (18:08 IST)

બુલેટટ્રેન પ્રોજેક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટીસ ઈશ્યુ કરી

કેન્દ્ર સરકારના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના 59 ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખતા આજે સુનાવણી દરમ્યાન કોર્ટે આ પ્રોજેક્ટ બંધ કેમ ના કરવો ? તેને લઈને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને બુલેટ પ્રોજેક્ટ કંપનીને નોટીસ ફટકારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જે જમીન સંપાદન થઈ રહી છે. તેનો દક્ષિણ ગુજરાતના ખેડૂતો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જમીન સંપાદનની કાર્યવાહી ગેર બંધારણીય હોવાનું જણાવીને આ પ્રોજેક્ટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારનાં કાયદા મુજબ જ જમીન સંપાદન થવી જોઈએ. આ વાત સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડના 59 ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. ખેડૂતોએ માગ કરી હતી કે જ્યાં સુધી કેન્દ્ર સરકારનાં કાયદા મુજબ જમીન સંપાદન નહિ થાય ત્યાં સુધી બુલેટ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને અત્યારે તમામ કામગીરી બંધ કરી દેવી જોઈએ. આગામી 21 માર્ચે વધુ સુનાવણી રખાઈ હોવાની માહિતી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે આપી છે. તેમના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાનું ધ્યાને લઈ આ નોટીસ ઇસ્યૂ કરી છે. ખેડૂત તરફે આનંદ યાજ્ઞિક અને કપિલ સિબલ્લ હાજર રહ્યા હતાં.