મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (15:38 IST)

બ્લડ અને મગજના કેન્સરને મ્હાત કરનાર વિદ્યાર્થી સાથે કેપ્ટન કોહલીએ સેલ્ફી પડાવી

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેય યોજાવાની છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓને નિહાળવા સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઊમટી પડ્યા હતા અને ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા દોડાદોડી કરી હતી. ત્યારે ધોરણ 6માં ભણતા અને એક સાથે બે કેન્સર સામે જંગ જીતનાર કૌશલ સાથે ખુદ વિરાટ કોહલીએ સેલ્ફી પડાવી હતી. કૌશલના પરિવારજનોએ જણાવ્યું હતું કે કૌશલ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે તેને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું. જ્યારે નવ વર્ષનો હતો ત્યારે તેને મગજનું કેન્સર ડિટેક્ટ થયું હતું. એક તરફથી પરિવાર જ્યારે કૌશલનું બ્લડ કેન્સર મટાડવા માટે તેની સારવાર કરી રહ્યો હતો તેજ સારવાર દરમિયાન કૌશલ ને મગજનુ કેન્સર પણ ડિટેક્ટ હતા પરિવારજનો પર અણધારી આફત આવી પડી હતી. પરિવારને માત્ર રાજકોટ ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ કૌશલ ને લઇ જઇ તેની સારવાર કરાવી હતી. આજે ઈશ્વરની કૃપા અને તબીબોની મહેનતના કારણે કૌશલને એક પણ જાતની બીમારી નથી આજે તે કેન્સરથી મુક્ત છે.