શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:54 IST)

IND vs AUS ની પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી

IND vs AUS વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે છે ત્યારે મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને મળેલી હતી.


બીજા મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ચાર દિવસથી રાજકોટમાં છે. રાજકોટ શહેર પોલીસ આવેલ બન્ને ટીમોની સુરક્ષા માટે ખડે પગે રહી બંદોબસ્ત કરેલ હતો આ સમય દરમિયાન મુખ્યમંત્રીના પણ બંદોબસ્ત સમાંતર ચાલતા હતા તેમ છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મેચ રમાયેલી હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ઇમપિરિયલ હોટેલમાં રોકાયેલ હતી જે રાજકોટ પોલીસની હોટેલ પરની અને ગ્રાઉન્ડ પર આવા જાવા માટેની  સુરક્ષા વ્યવસ્થાથી પ્રભાવિત થયેલ અને પ્રશંસા પણ કરેલ જેના લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી  ડેવિડ વોર્નરે પોતાને પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ટ્રોફી સામેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી જે ચાવડાને આપવાની ઈચ્છા વ્યક્ત કરેલ હતી. 

ટીમના સિક્યોરિટી ઇન્ચાર્જ Frank Dimasi ના હસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડા કે જે સતત ઓસ્ટ્રેલિયા ટીમની સાથે ઇન્ચાર્જ તરીકે બંદોબસ્તમાં રહેલ અને ખૂબ જ સારી રીતે તેઓની ફરજ બજાવેલ તેઓને યાદગીરી રૂપે શ્રી ડેવિડ વોર્નર એ પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચની ટ્રોફી તેઓના રાજકોટ શહેરની ઇમ્પીરિયલ હોટલ ખાતેના રોકાણ દરમ્યાન રાજકોટ શહેર પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એનાયત કરી હતી.


આ બંદોબસ્તમાં એસીપી કક્ષાના 2 પીઆઈ 7 પીએસઆઇ 22 તથા પોલીસ કર્મચારી 160 કુલ 191 અધિકારી કર્મચારીઓએ બંદોબસ્તમાં ફરજ નિભાવી હતી બંદોબસ્તમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની બંને ટીમો જે હોટલ પર રોકાય હતી એ હોટેલ પર બંદોબસ્ત રાખવામાં આવેલ સાથે સાથે હોટેલથી ખંઢેરી ગ્રાઉન્ડ પર જવા માટે બંને ટીમ સાથે જરૂરી સ્ટાફ એમના કોન્વે માં તથા એસ્કોર્ટ માં પણ રાખવામાં આવેલ હતા.