મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: મંગળવાર, 14 જાન્યુઆરી 2020 (17:22 IST)

ODI- Ind Vs Aus Score- લાઈવ સ્કોર માટે જુઓ

મુંબઈ ટીમ ઈન્ડિયા અને  ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 વનડે સિરીઝની પહેલી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે ઉભરતા યુવા બેટ્સમેન માર્નસ લબુસ્ચેન જો પગ પર જો જમીન પર રાખે તો ભવિષ્યમાં તે પ્રભાવશાળી ખેલાડી બની શકે છે.
 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરનાર 22 વર્ષીય ખેલાડીને સ્મિથે સલાહ આપી હતી કે આ સફળતા ચાલુ રાખવી તે તેના માટે સૌથી મોટો પડકાર હશે.
 
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સ્મિથ પછી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં લબુશેન ત્રીજા ક્રમે છે. વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધીમાં 896 રન બનાવ્યા છે જ્યાં તેની સરેરાશ 112 છે. આ દરમિયાન તેણે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે બે સદી પણ ફટકારી હતી.
 
ટીમ નીચે મુજબ છે -
ભારત:
રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ)
ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્ટસ લબુશ્ચગને, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન અગર, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝમ્પા