રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : રવિવાર, 9 જૂન 2019 (13:37 IST)

IND vs AUS : વરસાદ ખરાબ કરી શકે છે મેચનો મજા

ભારત અને ઑસ્ટ્રેલિયાના વચ્ચે મેચ રવિવારની બપોરે 3 વાગ્યે શરૂ થશે. લંડનમાં આજે મોસમ ખરાબ છે અને અહીંના મોસમ વિભાગએ વરસાદની શકયતા જણાવી છે. તેનાથી ભારત અને ઑસ્ટ્રેલિયાના વચ્ચે થનાર મેચનો મજા ખરાબ થઈ શકે છે. 
ખબર છે કે લંડનમાં સવારે મોસમ સાફ રહેશે. પણ દિવસમાં હળવી વરસાદ થઈ શકે છે. પણ મોસમ વિભાગએ આ નહી જણાવ્યું કે વરસાદ જ્યાં થશે એટલેકે ઓવલ મેદાન તેના સીમામાં છે જે નથી. જો વરસાદના કારણે મેચ નથી થયું તો બન્ને જ ટીમને સમાન અંક અપાશે. 
વિશ્વ કપ 2019માં ભારતનો આ બીજું મેચ છે. ટીમ ઈંડિયાએ તેમના પહેલા મેચમાં દક્ષિણ અફ્રીકાને હરાવ્યુ હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયા આજે તેમનો ત્રીજું મેચ રમી રહ્યા છે. તેનાથી પહેલા 2 મેચમાં અફગાનિસ્તાન અને વેસ્ટઈંડીજને હરાવ્યું હતું. 
 
ઉલ્લેખનીય છે કે 7 જૂનને બ્રિસ્ટલમાં વરસાદના કારણે પાકિસ્તાન-શ્રીલંકાનો મેચ નહી થઈ શકયું હતું. આ મેચના અંક પણ બન્ને ટીમમાં સમાન રીતે વહેચ્યા હતા.