શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 8 જૂન 2019 (11:03 IST)

કેરલમાં આજે માનસૂનની પધરામણી થઈ શકે છે, 45 km ઝડપી ચાલી હવા

કેરલના જુદા જુદા ભાગમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાનુ અનુમાન બતાવાયુ છે.  હવામાન વિભાગે અહી એક જાહેરાત કરી જણાવ્યુ કે કેરલ અને લક્ષદ્વીપના માછીમારોને સમુદ્રમાં નહી જવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ અરબ સાગર, લક્ષદ્વિપ, માલદીવ ક્ષેત્ર, દક્ષિણ પૂર્વ અરબ સાગર અને મન્નારની ખાડી ઉપર 34-45 કિલોમીટરની ગતિથી તેજ હવા ચાલવાનુ અનુમાન છે. માછીમારોને 10 અને 11 જૂનના રોજ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 
 
ભારતીય હવામાન વિભાગે તિરુવનંતપુરમ, અલાપુઝા, એર્નાકુલમ, મલાપ્પુરમ અન કોઝિકોડ જીલ્લામાં 10 જૂન માટે ઓરેંજ અલ્ટર રજુ કર્યુ છે. જ્યારે કે કોલ્લ્મ, અલાપુઝા અને કોટ્ટ્યમ જીલ્લામાં 11 જૂન માટે ઓરેંજ એલર્ટ રજુ કર્યુ ગયુ છે. , નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે પડી શકે છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે.
 
વામાન વૈજ્ઞાનિક સોમા સેન રોયના જણાવ્યા પ્રમાણે ચોમાસું મોડું આવવાથી વરસાદના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, જૂનમાં વરસાદ થોડો ઓછો પડી શકે છે. અસામાન્ય સ્થિતિને કારણે ચોમાસું મોડું થયું છે.