ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 માર્ચ 2020 (16:24 IST)

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ, 47 સામે ગુનો

Junagadh news
જૂનાગઢ SOGએ આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ગત રાત્રીના જૂનાગઢમાં ચાલતા ધો. 12ની પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં SOG દ્વારા રાજેશ ડાયા ખાંટ નામના શખ્સની ઘરમાંથી રીસીપ્ટ બનાવવાના સાધનો સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 47 શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ભવાનીનગર, શાંતેશ્વર મંદિરની પાછળ રહેતો રાજેશ ડાયા ખાંટ નામનો શખ્સ તેના ઘરે કેશોદનો રણજીત ગઢવી તેમજ પ્રવિણ સોલંકી નામના શખ્સ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-2020 (ધો.12)નાં બનાવટી પ્રવેશપત્રો (રીસીપ્ટ) બનાવતો હોવાની માહિતી એસઓજીને મળી હતી. દરોડા દરમિયાન આરોપી રાજેશના મકાનેથી રિસીપ્ટ બનાવવાના સાધનો કિં. રૂ.41,200 તથા મોબાઇલ કિં. રૂ.4000 આરોપી અસલ તેમજ ઝેરોક્ષ અને બનાવટી સાથે મળી કુલ કિં.રૂ. 45200 મુદામાલ કબ્જે કર્યો હતો.