Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેશટેગના શોધક ક્રિસ મેસિના સાથે ખાસ મુલાકાત, જાણો કેવી રીતે થઇ હતી #hashtagની શરૂઆત

Updated: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (15:56 IST)
ડીઝાઇનના ક્ષેત્રના આઇડિયા અને નવીનતાઓનો સુભગ સમન્વય ગણાતું એડીડબ્લ્યુ 2020 એ એક એવો ભવ્ય સમારંભ હતો, જેણે સમગ્ર ભારતના 3000 યુવા ડીઝાઇનરો અને આર્કિટેક્ટ્સને આકર્ષિત કર્યા હતાં. ભારતના પ્રથમ યુનેસ્કો હેરીટેજ સિટીમાં 17થી 19 જાન્યુઆરી, 2020 એમ ત્રણ દિવસ માટે આયોજિત થયેલો આ કાર્યક્રમ ‘વર્લ્ડ ડીઝાઇન 2025’ની થીમ પર આધારિત હતો.
 
આ દરમિયાન #hashtagના પ્રોડક્ટ ડીઝાઇનર, ટેકનોલોજિસ્ટ અને ઇન્વેન્ટર ક્રિસ મેસિનાએ જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ ટેકનોલોજીના આરે આવેલા જીવન પર વિચાર-વિમર્શ કર્યો હતો. ક્રિસે વર્ષ 2005થી 2020 દરમિયાન સોશિયલ મીડિયાને અપનાવવાની પેટર્ન અંગે આંતરસૂઝ પૂરી પાડતા જણાવ્યું હતું કે, ‘પ્રતિ સેકન્ડ 2,300 જેટલા હૅશટૅગનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે ફક્ત ટ્વીટર પર જ દરરોજ 200 મિલિયન હૅશટૅગનું સર્જન થાય છે. આ બાબત દર્શાવે છે કે, લોકો દ્વારા કેટલા સરળ આઇડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે વિશ્વને બદલ્યું તો છે પણ સાથે-સાથે તેને તોડ્યું પણ છે.’
 
ક્રિસે મેસિના જણાવ્યું હતું કે, ‘વર્ષ 2019 સુધીમાં વિશ્વની 50 ટકા વસતી ઓનલાઇન થઈ ગઈ છે. આ એક એવું વિશ્વ છે જેમાં સંસ્કૃતિ ઇન્ટરનેટ પર આધારિત છે. આપણે જો સંસ્કૃતિ સંબંધિત મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં લાવીએ તો શું થશે. આપણે જો આપણી જાતે જ ડીઝાઇન ના કરી શકીએ તો ડીઝાઇન કેવી રીતે કરીશું? શિક્ષણ એ એક સારા મનુષ્ય તરીકે  આપનું ઘડતર કરવા માટે છે.’

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

ગુજરાતી જોક્સ - ટેંશન કોણ છે

આગળનો લેખ
Show comments