Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ

મંગળવાર, 11 ઑક્ટોબર 2016 (15:47 IST)
ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે.  આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે. 
 
જાણો કેવી રીતે  ઉજવે છે શરદ પૂર્ણિમા 
 
1. શરદ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરો. ખુદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને તેમને સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત અને સુસજ્જિત કરવા જોઈએ. ત્યારબાદ તમે ભગવાનને આસન આપો. 
 
2. તમને જોઈએ કે તમે અંબ, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય, તામ્બૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી તમારા આરાધ્ય દેવનુ વિધિ પૂર્વક પૂજન કરો. 
 
3. ગાયના દૂધની ખીર બનાવો અને પૂરીઓ બનાવીને અર્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ વ્રત કથા સાંભળો. 
 
4. વ્રત કથા સાંભળવા માટે એક લોટામાં પાણી ભરીને અનાજ અને કેરીના પાનને લઈને એક કળશની સ્થાપના કરો અને તે કળશની રોરી અને ચોખા સાથે વંદના કરો. 
 
5. ત્યારબાદ તમે ભગવાનનુ તિલક અને પૂજન કરી ચોખાના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો. કથા પૂર્ણ થયા પછી લોટામાં મુકેલ જળથી ચંદ્રમાને અર્ધ્ય આપો. 
 
6. આ દિવસે તમે ચદ્રની રોશનીના આધારે સોયમાં દોરો જરૂર પહેરાવો. 
 
7. જો તમે પૂર્ણ ચંદ્રમાં જ્યારે આકાશની વચ્ચે સ્થિત હોય એ સમયે તેનુ પૂજન કરવાથી તમે આખુ જીવનભર નિરોગી રહે શકે છે. 
 
8. રાત્રે જ ખીરથી ભરેલ પાત્રને ખુલી ચાંદનીમાં મુકી દો. બીજા દિવસે ખીરને પ્રસાદ રૂપમાં સૌને આપો અને ખુદ પણ ગ્રહણ કરો. શરદ પૂર્ણિમાનુ આ વ્રત કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 

વધુ જુઓ..

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ટિપ્સ, આ અપનાવી લેશો તો બીમારીથી રહેશો સુરક્ષિત

નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.

Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments