શરદપૂનમ સ્પેશ્યલ રેસીપી - પૌઆ ફિરની

phirni

સામગ્રી : પૌઆ 3 કપ, દૂધ એક લીટર, કોર્નફ્લોર 1 ટેબલ સ્પૂન, ઠંડુ દૂધ 2 ટી સ્પૂન, કેસર સજાવવા માટે, ખાંડ

બનાવવાની રીત - પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ પૌંઆને ઠંડા કરી મિક્સરમાં એકવાર ફેરવી લો.

હવે એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ અને શેકેલા પૌંઆ નાખી ૩થી ૪ મિનિટ ઉકાળો.

ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી રાખો. દૂધ સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી 2 થી 3 ઉકાળા આવવા દો. ઉપરથી કેસર અને ડ્રાયફ્રૂટથી સજાવો.


આ પણ વાંચો :