શરદ પૂનમની રાતડી...ચાંદની ખીલી છે ભલી ભાતની
ઘણા લોકોને એવુ થતુ હશેને કે ગરબા તો ગયા, હવે તો આવતા વર્ષે જ રમવા મળશે, પણ નહી નવરાત્રી જતા જતા પણ તમને એક તક આપે છે કે તમે એક વાર મનમૂકીને ઝૂમી લો, અને એ પણ ચાંદની રાત્રે એટલે કે પૂનમના દિવસે. અને આ મોકો તમને ફક્ત ગુજરાતમાં જ મળશે. ગુજરાતમાં આજે પણ શરદ પૂનમના દિવસે મોટા મોટા આયોજનો કરવામાં આવે છે.
શરદપૂનમની રાતડી હો-હો ચાઁદની ખીલી છે ભલીભાઁતની
તુ ન આવે તો શ્યામ રાસ જામે ન શામ રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ ...
રાસ રમવાને વહેલો આવજે......તારા વિના શ્યામ.....
નવરાત્રી પૂરી થયા પછી તરત ગરબાનો રંગ ઉતરતો નથી, મન તો વધુ ગરબા રમવા હિલોળા મારતું જ હોય છે, અને તેમાં પણ જો નવ દિવસ સતત રમ્યા પછી ચાર-પાંચ દિવસનો આરામ મળે અને પછી ગરબા રમવા મળે તો કેટલી મજા પડે.
પૂનમની રાતે શું ખાવુ એ તો આપણે સૌ જાણીએ જ છીએ હવે થોડું તેનુ ધાર્મિક મહત્વ પણ જાણી લઈએ.
શરદપૂનમની રાત એટલે ચાઁદની રાત, ઠંડો પવન અને અમૃત વરસાવતુ આકાશ. આર્યુવેદમાં આ રાતનું વિશેષ મહત્વ છે. શ્વાસ રોગની ઔષધિયો શરદ પૂનમની રાતે જ રોગીને આપવાનું વિધાન છે. કહેવાય છે કે આ રાત્રિએ આકાશમાંથી અમૃત વર્ષા થાય છે.
શરદપૂનમની રાતે જ રાસ-રસૈયા શ્રીકૃષ્ણ ભગવાન પોતાની મોહિની મુસ્કાનથી ગોપીયોને મોહિત કરતા હતા. બાસુરી વગાડીને તેમને મદહોશ કરી દેતા હતા. ચાઁદની રાતમાં મહારાસનું આયોજન કરવામાં આવતુ હતુ. જેમાં ગીત-સંગીત અને નૃત્યનો સંગમ જોવા મળતો. આજે ભલે આપણે આ પ્રકારનું કોઈ આયોજન ન કરતા હોય પણ પૂનમના રાતની ચાઁદનીની છટા તો આજે પણ એવી જ જોવા મળે છે.
આ શરદ પૂનમના ચંદ્રને શુ ખબર કે ધરતી પર કેટલી આશાઓ ભરેલી નજરો તેને ચકોર બનીને નિહાળી રહી છે. નર-નારી અને ચકોર જ નહી શરદમાં તો હાથી પણ મદમસ્ત થઈ જાય છે.
