1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી સુવિચાર
  4. Motivational Quotes in Gujarati

10 Motivational Quotes in Gujarati : હાર પછી પણ જીતતા શીખવાડે છે મહારાણા પ્રતાપના જીવનની આ 10 પ્રેરણાદાયક વાતો

maharana pratap
maharana pratap
Motivational Quotes in Gujarati :  ભારતીય ઇતિહાસમાં જ્યારે પણ હિંમત, આત્મસન્માન અને અતૂટ સંઘર્ષની ચર્ચા થાય છે, ત્યારે મહારાણા પ્રતાપનું નામ ઘણીવાર સૌથી પહેલા આવે છે. આજે, બુધવાર, 17 જૂન, 2026, મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે.
 

1. પરિસ્થિતિઓ ગમે તેવી હોય, હાર ન માનવી જોઈએ 

મહારાણા પ્રતાપે અનેક યુદ્ધો અને પડકારોનો સામનો કર્યો, પણ ક્યારેય હાર સ્વીકર કરી નહોતી. તેમનુ જીવન શીખવાડે છે કે સફળતા તેમને જ મળે છે જે સંઘર્ષ વચ્ચે પણ આશા છોડતુ નથી. 

2. સૌથી મોટી મૂડી છે આત્મસમ્માન 

 મહારાણા પ્રતાપે મુગલોની સામે નમતુ લેવાને બદલે મુશ્કેલ જીવન જીવવુ સ્વીકાર કર્યુ. આ સીખ આપણને બતાવે છે કે આત્મસમ્માનની રક્ષા દરેક પરિસ્થિતિમાં કરવી જોઈએ.  

3. લક્ષ્ય પર હંમેશા ધ્યાન આપો  

અનેક મુશ્કેલીઓ છતા મહારાણા પ્રતાપનુ લક્ષ્ય મેવાડની સ્વતંત્રતા હતી. તેમને ક્યારે પોતાના ઉદ્દેશ્યથી ધ્યાન નહી હટાવ્યુ. 

4. વિપરિત પરિસ્થિતિઓ તમને મજબૂત બનાવે છે.  

જંગલોમાં રહેવુ, સંસાધનોની કમી અને સતત સંઘર્ષ આ બધાએ મહારાણા પ્રતાપને કમજોર ન બનાવ્યા પણ વધુ મજબૂત બનાવ્યા. 

 5. ધૈર્ય સફળતાની ચાવી છે. 

 
જીવનમાં દરેક લડાઈ તરત જ નથી જીતી શકાતી. મહારાણા પ્રતાપે ધૈર્ય અને સંયમની સાથે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.  

6. સાચા નેતા એ જ હ ઓય છે જે લોકો સાથે ઉભા રહે 

તેમને પોતાના સૈનિકો અને પ્રજાનો સાથ ક્યારે ન છોડ્યો. નેતૃત્વનો સૌથી મોટો ગુણ આ જ હોય છે કે મુશેક્લ સમયમાં પણ લોકોનો વિશ્વાસ કાયમ રાખવામાં આવે.  

7. પડકારોથી ભાગવાને બદલે તેમનો સામનો કરો. 

મહારાણા પ્રતાપે દરેક પડકારનો હિમંતથી સામનો કર્યો. તેમનુ જીવન શીખવાડે છે કે સમસ્યાઓથી ગભરાઈને નહી પણ તેનુ સમાધાન શોધીને આગળ વધવુ જોઈએ. 
 

8.  દેશ અને કર્તવ્યને હંમેશા પ્રાથમિકતા આપો 

તેમને પોતાના વ્યક્તિગત સુખોથી ઉપર રાષ્ટ્ર અને કર્તવ્યને મુક્યુ. આ ભાવના આજે પણ યુવાઓને પ્રેરિત કરે છે. 

9. સફળતાનો રસ્તો સંઘર્ષમાંથી પસાર થાય છે 

મહાન ઉપલબ્ધિઓ સહેલાઈથી મળતી નથી. મહારાણા પ્રતાપનુ જીવન આ વાતનુ પ્રમાણ છે કે સંઘર્ષ જ સફળતાનો અસલી પાયો છે.   

10 સાહસ અને આત્મવિશ્વાસ ક્યારે ન ગુમવાવો જોઈએ 

મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમણે આત્મવિશ્વાસ કાયમ રાખ્યો. આ કારણ હતુ કે તેઓ ઈતિહાસમાં અમર થઈ ગયા. 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો