બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2024 (01:13 IST)

Maharana Pratap Jayanti - મુગલો સામે કદી ન ઝુકનારા મહારાણા પ્રતાપની વીરગાથા

હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના જન્મોત્સવને મોટા ધૂમધામથી ઉજવય છે.  આવો જાણીએ તેમના જીવનથી સંકળાયેલી કેટલીક ખાસ વાતોં. 
 
મહારાણા પ્રતાપ જયંતી આજે તેમના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં. 
મહારાણા પ્રતાપની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું.  તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17  સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. 
 
મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. મહારાણા પ્રતાપએ તેમની મા પાસેથી  યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરી હતી.  મહારાણા પ્રતાપએ હલ્દીઘાટીના યુદ્દમાં અકબરને પૂર્ણ ટ્ક્કર આપી હતી. જ્યારે મહારાણા પ્રતાપની પાસે માત્ર 20 હજાર સૈનિક હતા અને અકબરની પાસે આશરે 85 હજાર સૈનિકોની સેના હતી. તે છતાં આ યુદ્ધને  અકબર જીતી શક્યો નહોતો  આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ  મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.
 
અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.
 
મહારાણા પ્રતાપના ભાલાનુ  વજન 81 કિલો અને છાતીના કવચનુ  વજન 72 કિલો હતુ  
મહારાણા પ્રતાપ ક્યારે પણ મુગ્લોના સામે નમ્યા નથી. દરેક વાર તેમણે મુગલોને કરારો જવાબ આપ્યો.  મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડાનુ  નામ ચેતક હતો. તે ઘોડો પણ બહાદુર હતો.યુદ્ધ દરમિયાન જ્યારે જહાંગીરનો હાથી તેમની એકદમ નજીક આવી ગયેલો ત્યારે તેમનાં ઘોડા ચેતકે હાથી પર પોતાનાં બે પગ ટેકવી દીધેલ, કાઠીયાવાડી કુળનો આ ઘોડો એક સમયે જ્યારે મુઘલો સામેના યુદ્ધમાં  મુઘલ સેના એકલા પ્રતાપની પાછળ પડી હતી ત્યારે ચેતક 22ફૂટનું નાળુ એક જ છલાંગમાં કુદાવી ગયો હતો.  110કિલોનાં પ્રતાપ, 208કિલોનો તેમનો સામાન લઈને 22ફૂટનું નાળુ કૂદવું કોઈ સામાન્ય બાબત નથી. પ્રતાપને સહી સલામત સ્થળે પહોંચાડી તો દીધા, પરંતુ ચેતક બચી ન શક્યો. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. હલ્દી ઘાટીમાં આજે પણ ચેતકની સમાધિ બની છે
 
વર્ષ 1596 માં, શિકાર રમતી વખતે મહારાણા પ્રતાપને ઈજા થઈ હતી, જેમાંથી તે કદી સાજા  થઈ શક્યા નહી. તેમનું ચાવડમાં 19 જાન્યુઆરી 1597 માં માત્ર 57 વર્ષની વયે અવસાન થયું. તે મહારાણા હતા, જેમના ડરથી અકબર તેની રાજધાની લાહોર લઈ ગયો અને મહારાણાના મૃત્યુ પછી તેણે ફરીથી આગ્રાને તેની રાજધાની બનાવી હતી. પોતાના જીવનમાંથી સ્વતંત્રતા શીખવનારા મહારાણા પ્રતાપ દરેક ભારતીય માટે અમર છે અને હંમેશા અમર રહેશે.