ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ૧૧ જવાનો સહિત ૫૦ લોકો ગુમ, ૧૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા; વિનાશનું દ્રશ્ય જોઈને રૂવાંટા ઉભા થઈ જશે
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે થયેલી વાદળ ફાટવાની ઘટનામાં ભારતીય સેનાના નવ જવાનો લાપતા થયાની માહિતી મળી રહી છે.
ધરાલી ખાતે ખીરગંગામાં થયેલા વિનાશક ભૂસ્ખલનથી થયેલી તબાહી બાદ ભારતીય સેના રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે."
તેમણે જણાવ્યું કે, "આ દુઃખદ ઘટનાની વચ્ચે 14 રાજપૂતાના રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર કર્નલ હર્ષવર્ધન 150 જવાનો સાથે રાહત અને બચાવ કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે."
"જોકે, કર્નલ હર્ષવર્ધનનું યુનિટ પણ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયું છે અને તેમના નવ જવાનો હજુ પણ લાપતા છે. આ જવાનો ત્યારે લાપતા થયા હતા જ્યારે હર્ષિલ સ્થિત સેનાના કૅમ્પમાં પાણી ઘૂસ્યું હતું."
તેમણે વધુમાં જણાવ્યું, "હકીકતમાં કૅમ્પમાં પાણી ઘૂસ્યાં બાદ કુલ 11 જવાનો લાપતા થયા હતા, પરંતુ બાદમાં બે જવાનો સુરક્ષિત મળી આવ્યા. બાકીના નવ જવાનો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલુ છે."
મનીષ શ્રીવાસ્તવે જણાવ્યું, "ભારતીય સેના આ ટીમ નાગરિકોને બચાવવા માટે દૃઢતાથી ઑપરેશનમાં લાગી ગઈ છે. આ ટીમે અત્યાર સુધીમાં 20 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે વધારાની ટુકડીઓ પણ મોકલવામાં આવી રહી છે."