Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે બનાવો આ પ્રસાદ

Updated: ગુરુવાર, 30 મે 2024 (13:01 IST)
Lord vishnu prasadam- ભગવાન વિષ્ણુ તો જગતના પાલનાહાર છે તે બધાના દુખ દૂર કરી તેમને શ્રેષ્ઠ જીવનનુ વરદાન આપે છે. ભગવાન વિષ્ણુની આરાધના- પૂજા - અર્ચના કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત થાય છે. માનવુ છે કે ભગવાન વિષ્ણુના પૂજનથી વ્યક્તિને માતા લક્ષ્મીજીનુ આશીર્વાદ પણ પોતે જ મળી જાય છે. 
 
દર ગુરૂવારે અને દરેક મહીનામાં બે એકાદશીના વ્રત આવે છે. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાય છે અને વ્રત રાખવામાં આવે છે સાંજે પૂજાના સમયે ભગવાને ભોગ લગાવવામાં આવે છે. તેના માટે ખીર કે પછી સોજીના શીરો કે નેવૈધ સૌથી ઉત્તમ ગણાય છે. વિષ્ણુજીના ભોગમા તુલસીનો પ્રયોગ જરૂર કરવુ ભગવાન ત્યારે જ ભોગ સ્વીકરે છે. 
 
ભગવાન વિષ્ણુ ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી તેમને ભોગમાં તુલસી ખૂબ પ્રિય છે. તેને ભોગમા તુલસી અર્પિત કરાય ચે. તુલસીના વગર તેમનો ભોગ અધૂરો છે. તે સિવાય ભગવાનને લોટની પાંજરી, સોજીનો શીરો કે પંચામૃત પણ અર્પિત કરાય છે તેથી તે પ્રસન્ન થઈને ભક્તોને આશાર્વીદ આપે છે. 
 
વિષ્ણુ ભગવાનના ભોગમાં બનાવો માલપુઆ 
ભગવાન વિષ્ણુને માલપુઆ ખૂબ ગમે છે. જો કે ભગવાન વિષ્ણુને તમામ પ્રકારના ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે શ્રી હરિ વિષ્ણુ માલપુઆથી ખૂબ જ પ્રસન્ન થાય છે. અધિકામાસમાં ભગવાન વિષ્ણુને માલપુઆ ખવડાવવાનું પણ વધુ મહત્વ છે. ભગવાન વિષ્ણુને ઘરમાં બનાવેલ શુદ્ધ માલપુઆનો પ્રસાદ ખવડાવો. જીવનની અનેક પરેશાનીઓમાંથી તમને રાહત મળશે.
 
માલપુઆ રેસીપી Malpua recipe 
મેંદો -1 કપ 
માવા- 1 કપ 
દૂધ- 2 કપ 
દેશી ઘી - 8 ચમચી 
વરિયાળી - 1 નાની ચમચી
બેકિંગ સોડા- 2 ચપટી 
ચાશણી માટે 
પાણી - 4 કપા 
ખાંડ - 2 કપ 
એલચી પાઉડર 1/4 ચમચી 
 
રબડી માટે 
દૂધ - 2 કપા 
પિસ્તા- 10 ટુકડા બરફી  
ખાંડ 
કેસર 
 
વિધિ- સૌથી પહેલા દૂધને ઉકાળો- તેમાં મેશ કરલી બરફી અને ખાંડ મિક્સ કરી નાખો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંદ કરી નાખો. ઠંદા કરી તેમાં કેસર મિક્સ કરી દો. 
ચાશની બનાવા માટે પાણી ખાંડ, એલચી પાઉડર અને કેસરને મિક્સ કરી ગરમ કરો. તેને ત્યારે સુધી ઉકાળો જ્યારે સુધી એક તારની ચાશની ન બની જાય. ચાશની બન્યા પછી તેને ઉતારીને રાખો દો. 
માલપુઆ બનાવવા માટે એક પેનમાં દૂધને હૂંફાણો ગર્મ કરી લો. ત્યારબાદ તેમાં છીણેલું માવા નાખી તેને ફેંટી લો. ધ્યાન રાખો આ મિશ્રણમાં ગાંઠ નહી પડવા જોઈએ. જ્યારે આ સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં પહેલા અડધા કપ મેંદો મિક્સ કરો. અને સારી રીતે ફેંટી લો. ત્યારબાદ અડધી મેંદા મિક્સ કરો અને ફેંટી લો. 
હવે મિશ્રણમાં વરિયાળી અને બેકિંગ સોડા પણ નાખી દો. અને એક વાર ફરી મિક્સ કરી લો. તમે ઈચ્છો તો મિક્સીનો પણ પ્રયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે આ મિશ્રણ ન તો વધારે પાતળું હોય અને ન વધારે ઘટ્ટ. નહી તો માલપુઆ સારા નહી બનશે. 
હવે એક નૉન સ્ટિક પેનમાં દેશી ઘી નાખી ગર્મ કરો. ઘી ગર્મ થયા પછી તેના પર માલપુઆને બે ચમચી ખીરુ પેનમાં નાખો અને ગોળ ફેલાવો. પુઆને બ્રાઉન થતા સુધી તળવું અને પછી કાઢી એક વાસણમાં મૂકતા જાઓ. 
બધા માલપુઆ બન્યા પછી તેને ચાશણીમાં 2 મિનિટ માટે ડુબાળી રાખો. હવે તમારી માલપુઆ બનાવવાની વિધિ કમ્પલીટ થઈ. 2 મિનિટ પછી માલપુઆ કાઢી અને રબડી સાથે તેણે સર્વ કરો

Edited By- Monica Sahu 

વધુ જુઓ..

Vivo T5 ભારતમાં લોન્ચ થયો, 34,999 થી શરૂ થાય છે; 7050mAh બેટરી, 50MP OIS કેમેરા અને 144Hz AMOLED ડિસ્પ્લે સાથે

એયર માર્શલ જીતેન્દ્ર મિશ્રા બન્યા અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પહેલા CEO, ઓપરેશન સિંદૂર સાથે પણ રહ્યો છે સંબંધ, જાણો કોણ છે જીતેન્દ્ર મિશ્રા

અમેરિકાએ ઈરાનમાં લગ્નના મંડપમાં છોડી મિસાઈલ, એક બાળસ સહિત 5 ના મોત

ભારતમાં સંભળાય રહ્યો છે નેપાળ જેવી તબાહીનો પગરવ.. 40 સ્થળો પર મંડરાય રહ્યો છે કાળ, 7 પર તો યમરાજ કુંડળી મારીને બેસ્યા છે

14,000,000 લોકોના જીવ જોખમમાં, મુંબઈ અને કોલકાતા સમુદ્રમાં ડૂબી શકે છે, યુએન રિપોર્ટ વાંચો

વધુ જુઓ..

Happy Sheetla Satam Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

આવતીકાલે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

શીતળા સાતમ પૂજાની સામગ્રી

જન્માષ્ટમી 2026: ભગવાન શ્રીકૃષ્ણને કેમ ધરાવવામાં આવે છે 56 ભોગ? જાણો તેની પાછળની રસપ્રદ કથા

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી lyrics

આગળનો લેખ
Show comments